તાજેતરમાં વિધાનસભાની ચૂંટણીમાં પ્રંચડ બહુમતીથી જીત હાંસલ કરનાર મોરબી જિલ્લાના ધારાસભ્યોનું મોરબીના સરતાનપર રોડ પર આવેલા મોરબી પાંજરાપોળ ખાતે સન્માન સમારોહ યોજાયો જેમાં સાથોસાથ ગૌવંશ દર્શન-વન દર્શન અને ધૂન ભજન સહિત ત્રિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, પ્રકાશભાઈ વરમોરા, અને દુર્લભજીભાઈ દેથરીયા સહિતના આગેવાનોનું સન્માન કરવામાં આવ્યુ હતું. આ કાર્યક્રમમાં પ્રદેશ ઉપાધ્યક્ષ જયંતિભાઈ કવાડીયા વિશેષ પણે ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મોરબી જિલ્લા ભરમાંથી ગૌ ભક્તો ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.તેમજ જુના જમાનાની આગવી સેલીમાં રાસની રમજટ પણ બોલાવી હતી.જે બાદ ગૌવંશ દર્શન-વન દર્શન તથા બજરંગ ધૂન મંડળની ધૂન ભજનનો કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમ સંપન્ન થયે સ્વરુચિ ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.