૨૦ માર્ચ એટલે વિશ્વ ચકલી દિવસ આજના દિવસે ચકલીઓને પોતાને ઘરનુ ઘર મળી રહે તેવા આયોજન થકી ફ્રેન્ડસ યુવા સેવા ગ્રુપ દ્વારા આજરોજ ૧૦ હજાર ચકલીઘરની સાથે ૭ વર્ષમાં હળવદ પંથકમાં રેકોર્ડબ્રેક ૪૦ હજાર ચકલીઘરોનુ વિતરણ કરી ચકલીઓની લુપ્ત થતી પ્રજાતિને બચાવવા પ્રશંસનીય પ્રયાસ કરી રહેવા ચકલીઓને ઘરનુ ઘર આપ્યું છે
હળવદ શહેર ખાતે આજે વિશ્વ ચકલી દિવસ નિમિત્તે ફ્રેન્ડસ યુવા સેવા ગ્રુપ દ્વારા વિનામૂલ્યે ચકલીઘરની સાથે પાણીના કુંડાનુ વિતરણ કરીને ચકલીઓની તરસ છિપાવવાની સાથે રહેવા માટે છત આપીને ચકલીઓને ઘરનુ ઘર મળી રહે તેવા પ્રયાસ સાથે શહેરમાં ૧૦ હજાર જેટલા ચકલીઘરની સાથે પાણીના કુંડાનુ વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતુ માનવ વસ્તી વચ્ચે હળીમળી ગયેલુ આ નાનકડું પક્ષી એના જીવન માટે ઝઝૂમી રહ્યુ છે ત્યારે ચકલીઓનુ અસ્તિત્વ ટકી રહે એ માટે જીવદયા પ્રેમીઓ અને સેવાકીય પ્રવૃતિ કરતી સંસ્થાઓ દ્વારા ચકલીઓની પ્રજાતિને બચાવવા બિડુ ઝડપી વિશ્વ ચકલી દિવસ નિમિત્તે રહેવા ચકલીઘર અને પાણી પીવા માટેના કુંડાનુ વિતરણ કરીને મુંગા અબોલ પક્ષીઓની વહારે આવીને જીવદયાનુ ઉતમ ઉદાહરણ પુરૂ પાડી માનવતા મહેકાવી હતી ૨૦ માર્ચના રોજ વિશ્વ ચકલી દિવસ તરીકે મનાવવામાં આવે છે હાલ જંગલો સાથે વૃક્ષો કપાઈ રહ્યા છે જેથી અનેક પક્ષી પ્રજાતિ લુપ્ત થઈ રહી છે તેવામાં ચકલીઓનુ અસ્તિત્વ ટકાવી રાખવા આજના દિવસે અનેક સંસ્થાઓ દ્વારા પક્ષી બચાવવો અભિયાન ચલાવીને વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરાઈ છે ત્યારે હળવદ ફ્રેન્ડ્સ યુવા સેવા ગ્રુપ કે જેનું નામ મુખ પર આવતા જ હળવદમાં જરૂરિયાત લોકોને ચહેરા પર ખુશી છવાઈ જાય છે અને આ સેવા ગ્રુપ જ્યાં જ્યાં પહોંચ્યું ત્યા સફળ રહી મદદરૂપ બન્યા છે ત્યારે આ ગ્રુપ દ્વારા આજે વિશ્વ ચકલી દિવસ નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ લુપ્ત થતી જતી ચકલીઓની પ્રજાતિઓને બચાવવા જે અભિયાન હાથ ધરવામાં આવ્યું છે તે અંતર્ગત આ યુવાનો દ્વારા આજે ૫૦૦૦ હજાર નંગ ચકલી ઘર અને ૫૦૦૦ નંગ પક્ષીઓને પીવાના પાણીના કુંડા તેમજ ૧ હજારથી વધુ ચણના પેકેટ નિશુલ્ક વિતરણ કરવામાં આવ્યા હતા આ યુવાનો દ્વારા ચકલીઓની લુપ્ત થતી પ્રજાતિઓને બચાવવા છેલ્લા સાત વર્ષની અંદર એક અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે જેમાં યુવાનો દ્વારા લોકો પાસેથી દાન ફાળો એકત્રિત કરીને વિતરણ કાર્યક્રમ યોજી ચકલીઘરનુ વિતરણ કરાઈ છે ત્યારે આજે પણ ચકલીઘરોનો વિતરણ કાર્યક્રમ રાખીને હજારો ચકલીઘર વિતરણ કરવામાં આવ્યા હતા જેના એક માત્ર દાતા રસિકભાઈ પટેલ અને વાલજીભાઈ ધરમશીભાઈ પટેલ રહ્યા હતા તેમજ પીવાના પાણીના કુંડાઓ માટે અનેક નામીઅનામી દાતાઓના સહયોગથી લોકોના સહકારથી સફળતાપૂર્વક ૧૦ હજારથી વધુ ચકલી ઘર અને પાણીના કુંડાનું નિશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતુ તેમજ મહાકાલ ભક્ત લકીભાઇ તરફથી ચકલી માટે ચણની કીટ આપવામાં આવી હતી ત્યારે હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાંથી અનેક લોકો ચકલીઘર પાણીના કુંડા લેવા લાઈન લગાવી ચકલીઓને બચાવા માટે સાથ સહકાર આપ્યો હતો આ કાર્યક્રમમાં ફ્રેન્ડસ યુવા સેવા ગ્રુપના આગેવાનો સભ્યો સહિતનાઓએ હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી આ પ્રસંગે જેને પણ યથાશક્તિ મુજબ અનુદાન આપ્યુ તે તમામ દાતાશ્રીઓને વંદન સાથે ફ્રેન્ડસ યુવા સેવા ગ્રુપે આભાર વ્યક્ત કર્યો હતો