હળવદ: હળવદ તાલુકાના મેરૂપર ગામની સીમમાં જવના રસ્તે આડા મારગ પાસે આવેલ ખરાબાની જગ્યામાં છગનભાઇ અમરશીભાઈ પરમારના ડેલામાંથી વનસ્પતિ જન્ય માદક પદાર્થ પોશ ડોડાનો ૭ કિલો ૬૬૦ ગ્રામ જથ્થા સાથે એક શખ્સને હળવદ પોલીસે ઝડપી પાડયો જ્યારે અન્ય એક શખ્સ સ્થળ પરથી નાશી છુટતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના મેરૂપર ગામની સીમમાં જવના રસ્તે આડા મારગ પાસે આવેલ ખરાબાની જગ્યામાં છગનભાઇ અમરશીભાઈ પરમારના ડેલામાં આરોપી ભુપતભાઇ ઉર્ફે મંગલભાઈ અમરશીભાઈ પરમાર (ઉ.વ.૫૪) રહે. મેરૂપર તા. હળવદ વાળાએ આરોપી ખુમાનભાઈ રજપુત રહે. પાડાતિરથ તા. હળવદ વાળા પાસેથી પાસ પરમીટ કે આધારપુરાવા વગર ગેરકાયદેસર રીતે વનસ્પતી જન્ય માદક પદાર્થ પોશ ડોડાનો જથ્થો ૭ કિલો ૬૬૦ ગ્રામ કિ.રૂ. ૨૨૯૮૦/- ગે.કા.રીતે પોતાના કબ્જામાં રાખી તથા મોબાઇલ ફોન નંગ-૧ કિ. ૫૦૦૦/- મળી કુલ રૂ.૨૭૯૮૦/- ના મુદામાલ સાથે આરોપી ભુપતભાઇ ઉર્ફે મંગલભાઈ અમરશીભાઈ પરમારને હળવદ પોલીસે ઝડપી પાડયો હતો જ્યારે રેઇડ દરમ્યાન આરોપી ખુમાનભાઈ રજપુત રહે. પાડાતિરથ તા. હળવદ વાળાનુ નામ ખુલતા પોલીસે તેને ઝડપી પાડવા શોધખોળ હાથ ધરી છે તેમજ બંને આરોપીઓ વિરુદ્ધ હળવદ પોલીસે એન.ડી.પી. એસ એકટ ૧૯૮પની કલમ ૮(સી), ૧૫(બી), ૨૯ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.