ધ્રોલ પોલીસ સ્ટેશનના લિસ્ટેડ ચોરીનો ગુનેગાર ૧૨ વર્ષે વેજલપરથી ઝડપાયો
માળીયામિંયાણાના વેજલપર ગામના વાડી વિસ્તારમાં જામનગર એલસીબી પેરોલ ફ્લો સ્કવોડ ત્રાટક્યું હતુ છેલ્લા ૧૨ વર્ષથી ધ્રોલ પોલીસ સ્ટેશનના ચોરીના ગુન્હામાં ફરાર લિસ્ટેડ આરોપી માળીયાના વેજલપર ગામે વાડી વિસ્તારમાં આવ્યો હોવાની બાતમીને આધારે દરોડો પાડ્યો હતો જેથી હકીકત વાળીએ જગ્યાએ જામનગર એલસીબી ત્રાટકતા આરોપી સાહેબસિંગ વેલસીંગ ભુરીયા ઉ.વ ૩૫ હાલ રહે.વેજલપર મુળ વાઘઘાટી ફળીયુ તા.જોબટ જિલ્લો અલીરાજપુર મધ્યપ્રદેશ વાળાને દબોચી ધ્રોલ પોલીસ સ્ટેશન ખાતે સોંપી ધોરણસરની કાર્યવાહી કરેલ છે