મોરબી એલ.સી.બી. ને ખાનગીરાહે હકિકત મળેલ કે, ચોરી કે છળકપટથી મેળવેલ હ્યુડાઇ કંપની ની “ઓરા ” કાર નંબર પ્લેટ વગરની સાથે ધવલગીરી સ.ઓ. વિજયગીરી દોલતગીરી ગોસાઇ । અતીત રહે. રાજકોટ વાળાને ખાનપર રોડ ઉપરથી નંબર પ્લેટ વગરની હુડાઇ કંપની ની “ઓરા ” સાથે પકડી તેની પુછપરછ કરતા કોઇ સંતોષકારક જવાબ આપતો ન હોય અને પોકેટકોપ એપ્લીકેશન મારફતે ખરાઇ કરતા સદરહુ કાર મો.સી.બી.ડિવી, પો,સ્ટે, ૦૬૧૦/૨૦૨૩ ઇ.પી.કો.કલમ ૩૭૯,૧૧૪ મુજબના કામે ચોરીમાં ગયેલ મુદામાલની હોવાનું જણાય આવતા મજકુરની વિશેષ પુછપરછ કરતા પોતે તથા પોતાના સાથીદાર આનંદભાઇ શાંતિલાલ ઠકકર લુવાણા રહે રાજકોટ વાળા સાથે મળી આ કાર મોરબી બાયપાસરોડ, શેરે પંજાબ હોટલે ડ્રાઇવરને જમવાના બહાને કાર માંથી ઉતારી કાર ચોરી લઇ જઇ ભાગી ગયેલનું જણાવેલ તેમજ રાજકોટ, ગ્રીનલેન્ડચોકડી ખાતેથી એક ઘુડાઇ કંપની ની “ ઓરા ” કાર ભાડેથી લઇ જવાનું કહી આજથી આશરે અઢી- ત્રણ માસ પહેલા ગાડી લઇ ગયેલ જે ગાડી ધૂળકોટ મુકામે વેચવા કે ગીરવે મુકવાના ઇરાદે સંતાડી રાખેલ હોય જે ગાડી પણ રીકવર કરી આગળની કાર્યવાહી અર્થે મોરબી સિટી બી ડિવી. પો.સ્ટે. ને સોપવામાં આવેલ છે.
આમ, મોરબી સિટી બી ડિવી. પો.સ્ટે. ખાતે ફોર વ્હીલકારની થયેલ ચોરીના ગુનાનો ગણતરીના દિવસોમાં ઉકેલી ચોરીમાં ગયેલ કાર તથા એક આરોપીને હસ્તગત કરવામાં મોરબી એલ.સી.બી.ને સફળતા મળેલ છે.
– પકડાયેલ આરોપીનું નામ સરનામુઃ-
(૧) ધવલગીરી વિજયગીરી ગોસાઇ ઉવ-૨૧ રહે.પરાપીપળીયા, એકતા સોસાયટી, જામનગરરોડ, રાજકોટ
– પકડવાનો બાકી આરોપીનું નામ સરનામુ
– (૧) આનંદભાઇ શાંતિલાલ ઠકકર લુવાણા રહે બેડીચોકડી, રેડરોઝ હોટલ પાછળ અમૃતપાર્ક, શેરી નં.-૦૧, રાજકોટ,
પકડાયેલ મુદામાલ —
(૧) હ્યુંડાઇ કંપનીની “ ઓરા ” નબર પ્લેટ વગરની એન્જીન નંબર G4LAMM060067 ચેસીસ નંબર
MA,B241CLMIN101190 વાળા કે જેની કી.રૂ. ૪,૦૦,૦૦૦/- ગણી કબ્જે કરેલ છે.
(૨) હ્યુંડાઇ કંપની ની ” ઓરા ” નબર પ્લેટ વગરની એન્જીન નંબર G4LANM180304 ચેસીસ નંબર ”
MALB241CLNM126143 વાળી કિ.રૂ. ૪,૦૦,૦૦૦/- ગણી સી.આર.પી.સી કલમ ૧૦૨ મુજબ કબ્જે (૩) વીવો કંપનીનો એન્ડ્રોઇડ ફોન નંગ-૦૧ કિ.રૂ. ૫૦૦૦/- મળી કુઇ રૂ. ૮૦,૫૦૦૦/- નો મુદામાલ કબ્જે કરેલ છે.
મોડેશ ઓપરેન્ડી
પકડાયેલ તથા નહીં પકડાયેલ આરોપીઓ ડ્રાઇવીંગના ધંધો સાથે સંકડાયેલ હોય અને આરોપીઓ ફોર વ્હીલ ગાડી ભાડે કરી રસ્તામાં ડ્રાઇવર ગાડી રેઢી મુકી ચા-પાણી, નાસ્તો કરવા કે જમવા જાય તો આરોપીઓ ગાડી ચોરી કરી નાશી ભાગી જવાની ટેવવાળા છે.
કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી
ડી.એમ.ઢોલ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબી તથા PSI ,એનએચ ચુડાસમા, કે.જે.ચૌહાણ એ.ડી.જાડેજા તથા એલ.સી.બી./ પેરોલ ફર્લો સ્કવોડ તથા ટેકનીકલ ટીમ મોરબીના સ્ટાફના માણસો કામગીરીમાં જોડાયેલ હતો