મોરબી: મોરબીના લાતી પ્લોટ શેરી નં -૨ તથા ૩ વચ્ચે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા પાંચ ઇસમોને મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ મોરબીના લાતી પ્લોટ શેરી નં -૨ તથા ૩ વચ્ચે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા આરોપી નેકમામદભાઇ સલેમાનભાઇ ભટ્ટી, મોહસીનભાઇ સલીમભાઇ મોવર, રફીકભાઇ આમદભાઇ ખોખર, અનિલભાઇ કાન્તીભાઇ સચાણીયા, ભરતભાઇ શામજીભાઇ થરેસા રહે. બધા મોરબીવાળા નેં રોકડ રકમ રૂ.૪૯૦૦ ના મુદ્દામાલ સાથે મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.