મોરબી જિલ્લા ક્રિકેટ એસોસિએશન ખાતે આગામી તારીખ 2 એપ્રિલને રવિવારના રોજ સવારે 10:00 કલાકે અન્ડર-19 ક્રિકેટ ટીમનું સિલેકશન કરવામાં આવશે.
આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી જિલ્લા ક્રિકેટ એસોસિએશન દ્વારા 2 એપ્રિલના રોજ અન્ડર-19ની ક્રિકેટ ટીમનું સિલેક્શન કરવામાં આવશે. આ સિલેક્શન અંગે મુખ્ય કોચ નિશાંત જાનીએ મીડિયાને જણાવ્યું હતું કે, સિલેક્શન એક્સેલ સ્પોર્ટ્સ એકેડમી, રવાપર-ઘુનડા રોડ ખાતે કરવામાં આવશે. સિલેક્શનમાં આવનાર ખેલાડીની જન્મતારીખ 1/9/2004 થી 1/9/2007ની વચ્ચે હોવી અનિવાર્ય છે. તેની પાસે સફેદ ટ્રેક અને ટીશર્ટ તથા સ્પોર્ટ્સ શૂઝ અને પોતાની અલાયદી ક્રિકેટ કીટ સાથે હોવી ફરજીયાત છે.
સિલેક્શનના દિવસે ખેલાડીએ બે ફોટોગ્રાફ્સ, શાળાનું પ્રમાણપત્ર, બર્થ સર્ટિફિકેટ (ડિજિટલ નકલ ), છેલ્લા બે વર્ષની માર્કશીટ (ડિજિટલ નકલ )સહિતના ડોક્યુમેન્ટ્સ સાથે લાવવાની રહેશે. તેમ મોરબી જિલ્લા ક્રિકેટ એસોસિએશનની યાદીમાં જણાવવામાં આવ્યું છે.