વાવડી રોડ પર આવેલી નલીની વિદ્યાલય શાળામાં રાષ્ટ્રીય માનસિક આરોગ્ય કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમ જનરલ હોસ્પિટલ મોરબી અને દિવ્ય જ્યોતિગ્રામ વિકાસ કેળવણી મંડળ મોરબીના સંયુક્ત ઉપક્રમે યોજવામાં આવ્યો હતો આ અન્નનવે માનસિક રોગોનું નિદાન, મફત દવાઓ, કાઉન્સિલિંગ, વિકલાંગતા, માનસિક તણાવ અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે માનસિક રોગોની ઓપીડી વગેરે માહિતીઓ આપવામાં આવેલ હતી.
આ અંતર્ગત માનસિક રોગ જાગૃતિ વિષય પર નિબંધ ચિત્ર તથા સ્પર્ધાઓ યોજવામાં આવેલ આ સ્પર્ધાઓમાં પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબર લાવનાર વિદ્યાર્થીઓને શીલ તથા પ્રમાણપત્રો શાળાના સંચાલક બીપીનભાઈ ભટ્ટ મંડળના મંત્રી બાબુલાલ ગામે તથા સ્ટાફના હસ્તે આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત સ્પર્ધામાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને પણ પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા બાળકોમાં એક રાષ્ટ્ર ભાવના સાથે નવા સેવાકીય વિચાર હેતુથી આ આયોજન કરવામાં આવ્યું હતું