*ટ્રાફિક પી.એસ.આઈ. દીલીપભાઈ ઠક્કર દ્વારા વિદ્યાર્થીઓને લાયસન્સ તેમજ ટ્રાફિક ના નિયમો ના પાલન અંગે માર્ગદર્શન આપવા માં આવ્યુ.*
મોરબી શહેર ની મધ્ય મા આવેલ વિવિધ વિદ્યાશાખા નુ શિક્ષણ પ્રદાન કરતી શહેર ની નામાંકિત ઓમવીવીઆઈએમ કોલેજ ખાતે મોરબી જીલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક અવેરનેશ કાર્યક્રમ યોજવા માં આવ્યો હતો. જેમાં બહોળી સંખ્યા માં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. કાર્યક્રમ માં ટ્રાફિક પી.એસ.આઈ. દીલીપભાઈ ઠક્કર , ગોહીલ સાહેબ સહીત ના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમના દ્વારા વિદ્યાર્થીઓને લાયસન્સ મેળવવા ઉપરાંત ટ્રાફિક ના નિયમો નુ ચુસ્તપણે પાલન કરવા અંગે શપથ લેવડાવવા માં આવ્યા હતા. તે ઉપરાંત અકસ્માત નિવારણ અંગે માર્ગદર્શન આપવા માં આવ્યુ હતુ તેમજ G20 અંતર્ગત ભારત ને મળેલ અધ્યક્ષ પદ વિશે પણ માહિતી પ્રદાન કરવા માં આવી હતી. આ તકે મોરબી ઓમવીવીઆઈએમ કોલેજ ના પ્રિન્સિપાલ ધર્મેન્દ્રભાઈ ગડેશિયા, નિર્મિતભાઈ કક્કડ, ભગીરથસિંહ ઝાલા સહીત ના પ્રાધ્યાપકો ઉપસ્થિત રહ્યા હતા.