ટંકારા તાલુકાના ઘુનડા રવાપર રોડ પર આવેલ ઈડન હિલ્સમા તીનપત્તીનો જુગાર રમતા પાંચ શખ્સો ને ટંકારા પોલીસે ઝડપી પાડયા છે.
ટંકારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ સ્ટાફ સાથે પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન પોલીસ કોન્સ્ટેબલને મળેલ ચોક્કસ બાતમીના આધારે ટંકારા તાલુકાના ઘુનડા રવાપર રોડ ઇડન હિલ્સમા રહેતા પ્રાણજીવન હિરજીભાઈ ઠોરીયા જાતે પટેલ ઉ.વ.૬૭ ધંધો નિવ્રુત્ત રહે મોરબી રવાપર ઘુનડા રોડ ઇડન હિલ્સ બેંગ્લોજ ને બી-૪૪ વાળા કબ્જા ભોગવટાવાળા બંગ્લામા ગંજીપાના વડે નસીબ આધારે પૈસાની હારજીતનો જુગાર રમતા પાંચ જુગારીઓ પ્રાણજીવન હિરજીભાઈ ઠોરીયા રહે. મોરબી રવાપર ઘુંનડા રોડ ઇડન હિલ્સ બંગ્લો નં ૪૪ તા ટંકારા જી મોરબી, રમેશભાઈ ભગવાનજીભાઈ અઘારા રહે. હરીહર નગર રવાપર રોડ મોરબી તા જી મોરબી, હરજીવનભાઈ હિરજીભાઈ ઠોરીયા રહે.એંટીલા હિલ્સ લીલાપર રોડ મોરબી તા જી મોરબી, કાનજીભાઈ આંબાભાઈ છત્રોલા રહે.ઉમા ટાઉનશીપ મોરબી તા જી મોરબી વાળો, ભાણજીભાઈ દેવજીભાઈ સાણંદીયા રહે.રવાપર ચોકડી સુંદરમ એપાર્ટમેંટ મોરબી તા. જી.મોરબી વાળાને રોકડા રૂ ૭૧૩૦૦/- તથા વાહન તેમજ મોબાઇલ ફોન મળી કુલ મુદામાલ રૂ. ૪૮૧૩૦૦ ના મુદ્દામાલ સાથે પકડાયેલા પાંચેય આરોપીઓ વિરૂધ્ધ જુગાર ધારા કલમ ૪,૫ મુજબ ધોરણસર કાર્યવાહી કરવામા આવેલ છે.