વર્ષ 2023 માં લેવાયેલ PSE પરિક્ષામાં શાળાના કુલ 13 વિદ્યાર્થીઓમાંથી 12 વિદ્યાર્થીઓ પાસ થયેલ છે જેમાં 168 માર્ક સાથે રાણીપા ગર્વ જયંતીલાલ પ્રથમ નંબરે અને 151 ગુણ સાથે રૈયાણી હીનેશ નંદલાલભાઈ અને રૈયાણી ઉત્સવ મહેશભાઈ દ્વિતીય નંબર મેળવેલ છે તેમજ અન્ય વિદ્યાર્થીઓ પણ ખૂબ જ સારા ગુણ મેળવી પાસ થયેલ છે.
NMMS પરીક્ષામાં પણ શાળાના કુલ 15 વિદ્યાર્થીઓમાંથી 14 વિદ્યાર્થીઓ પાસ થયેલ છે તેમજ એક વિદ્યાર્થી *બામણીયા વીનો રમેશભાઈ* એ રાજ્યના મેરિટમાં સ્થાન મેળવેલ છે આ વિદ્યાર્થીને સરકારશ્રી તરફથી ધો. 9 થી 12 દરમિયાન રૂ. 48000 જેવી શિષ્યવૃત્તિની સહાય મળશે.
આ બને પરીક્ષામાં બાળકોને તૈયારી કરાવનાર શિક્ષિકા બહેન દેત્રોજા ભારતીબેન પી. તેમજ તેમને સહકાર આપનાર તમામ સ્ટાફ મિત્રોને તેમજ બંને પરીક્ષામાં સફળતા મેળવેલ તમામ વિદ્યાર્થીઓને શાળના આચાર્યશ્રી અલ્પેશભાઈ પુજારાએ ખૂબ ખૂબ અભિનંદન પાઠવેલ છે.