Sunday, February 2, 2025

મોરબીના નવ નિયુક્ત જિલ્લા વિકાસ અધિકારીનું અભિવાદન કરતું રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ

Advertisement

મોરબી,સરકાર દ્વારા તાજેતરમાં જ ગુજરાત રાજ્યમાં કલેકટર જિલ્લા વિકાસ અધિકારીઓની બદલી થતા મોરબી જિલ્લામાં થોડા વર્ષો પહેલા પુરવઠા અધિકારી તરીકેની યશસ્વી કામગીરી કરી ગાંધીનગર મુકામે ફરજ બજાવી હાલ મોરબીના જિલ્લા વિકાસ અધિકારી તરીકે નવ નિયુક્ત પામેલ ડી.ડી.જાડેજાની નિયુક્તિ થતા અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષ દિનેશભાઈ વડસોલા, મંત્રી કિરણભાઈ કાચરોલા, સૌરાષ્ટ્ર સંભાગ અને મોરબી જિલ્લાના સંગઠન મંત્રી હિતેશભાઈ ગોપાણી, પ્રચાર મંત્રી હિતેશભાઈપાંચોટીયા દ્વારા મહર્ષિ દયાનંદ સરસ્વતીજીની તસ્વીર અને સ્વાધીનતા સંગ્રામના 75 શૂરવીરો બુક અર્પણ કરી અભિવાદન કરાયું હતું અને શુભેચ્છા મુલાકાત લેવામાં આવી હતી,આ તકે દિગ્વિજયસિંહજી જાડેજા જિલ્લા વિકાસ અધિકારી એ ટંકારા તાલુકાના વાઘગઢ પ્રાથમિક શાળાને અને આચાર્ય તથા શૈક્ષિક મહાસંઘના સંગઠન મંત્રી રમણીકભાઈ વડાવીયાએ શાળામાં બનાવેલ ક્રાંતિવન પાર્ક જેમાં ગામનો 94 વર્ષનો ઇતિહાસ આરસપાણ ઉપર કોતરાવેલ છે અને ભારત રત્નપાર્ક કે જેમાં મહર્ષિ દયાનંદ સરસ્વતીજી, છત્રપતિ શિવાજી મહારાજ,રાણા પ્રતાપ,શહીદ ભગતસિંહ, સરદાર પટેલ,ચંદ્રશેખર આઝાદ, શુભાષચંદ્ર બોઝ વગેરે ભારતરત્નોની પ્રતિમાઓ અને એમનું જીવન કવન કડારેલું છે એની મુલાકાત તેઓ જ્યારે પુરવઠા અધિકારી હતા ત્યારે લીધી હતી એ મુલાકાતને યાદ કરી હતી અને ત્યાં ઉપસ્થિત નાયબ જિલ્લા વિકાસ અધિકારી ઈલાબેન ગોહિલ અને ઈશિતાબેન મેર બંનેને શાળાની મુલાકાત લેવાનું સૂચન કર્યું હતું,આમ શુભેચ્છા મુલાકાત ખુબજ સારી રહી એમ હિતેશભાઈ પાંચોટીયા પ્રચાર મંત્રીની યાદીમાં જણાવાયું છે.

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW