Wednesday, January 22, 2025

શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુરે યોજેલ મેગા મેડિકલ કેમ્પ અભૂતપૂર્વ સફળતાને વર્યો

Advertisement

વવાણિયા ખાતે હજારો દર્દીઓનો આશીર્વાદ બની રહ્યો આ કેમ્પ

આજરોજ તા. ૯મી એપ્રિલના વવાણિયા ગામે અવતરેલ માન સંત શ્રીમદ્ રાજચંદ્રજીના દેહવિલયના દિવસ નિમિતે શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુર દ્વારા મોરબી જિલ્લા કલેક્ટરશ્રી જી.ટી. પંડ્યા તથા હળવદ પ્રાંત અધિકારીશ્રી હર્ષદીપ આચાર્ય તથા જિલ્લા વહીવટી તંત્રના સહાયોગથી વવાણિયામાં એક નિઃશુલ્ક મેગા મલ્ટીસ્પેાિલિટી મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.. જેમાં ૧૧૦૦ જરૂરિયાતમંદ લોકોને દરેક રોગોની સામાન્યથી લઈને સર્જીકલ એમ દરેક પ્રકારની ઉચ્ચ આધુનિક સારવાર તદુન નિઃશુલ્ક આપવામાં આવતાં લોકો ગદ્ ગદ્ થઈ ઉઠ્યા હતાં. આ કેમ્પની પૂર્વ તૈયારી રૂપે તારીખ ૬ ઠ્ઠી એપ્રિલથી ૮ મી એપ્રિલ સુધી દિવ્યાંગોની તપાસણી તેમજ સહાયક સાધનો તેમજ કુત્રિમ અંગોના માપ લઈ લેવામા આવ્યા હતા. આથી કેમ્પના દિવસે તેમને તેમના માપ મુજબ વિશિષ્ટ સાધનોનું વિતરણ કરવામાં આવ્યું ત્યારે તેમના ચહેરા પર દેખાતો હર્ષ કઈંક અલગ જ હતો. વવાણીયા અને આજુબાજુન ૧૩૦ ગામોની ૨.૫ લાખની વસ્તીમાં પોષણ અને સ્વાસ્થ્ય જાગૃતિના ડ્રાઇવ કરવામાં આવી હતી.

શ્રીમદ્ રાજચંદ્રજીની કરુણાને કાર્યાન્વિત કરતાં તેમના પરમ ભક્ત, માનવતાવાદી સંત અને શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુરના સંસ્થાપક પૂજ્ય ગુરુદેવશ્રી રેકાશજીની પ્રેરણા અને માર્ગદર્શનથી યોજાએલ આ કેમ્પમાં મુંબઇ, રાજકોટ, મોરબી, USA અને કેનેડાનાથી ૬૦ થી વધુ, સ્પેશિયાલીસ્ટ ડૉક્ટરો અને સેંકડો સ્વયંસેવકોએ જીવ રેડીને સેવા આપી હતી. ચારે બાજુ અવિરત તપાસ, નિદાન, દવા, સર્જરી, સારવાર વગેરે ચાલી રહ્યા હતા, લાભાન્વિત થયેલ લોકોના ચહેરા અને આંખોમાં અનુભવાતી રાહત સ્પષ્ટપણે દેખાતી હતી, જનરલ મેડિસીન, જનરલ સર્જરી, વિકલાંગ, પોષણ મૂલ્યાંકન, સ્ત્રી રોગ, બાળરોગ, હ્રદયરોગ, કેન્સર, લોહીના રોગ, કાન, નાક તથા ગળાના રોગ, ચામડીના રોગ, પ્રોસ્ટેટ, કિડની, કરોડરજ્જુ અને હાડકાં, આંતરડા, જ્ઞાનતંતુ, ફેફ્સાં, માનસિક રોગ, નૈત્ર રોગ, દાંતના રોગ, રેડિયોલોજી, પેથોલોજી, ફાર્મસી, ફિઝિયોથેરપી, ઓક્યુપેશનલ થેરપી વગેરે અનેકાનેક તપાસ અને સારવારથી આ મેગા કેમ્પ ધમધમી ઉઠ્યો હતો. સાથે જ જે દર્દીઓને આગળ તપાસ કે સારવારની આવશ્યકતા જણાઈ છે, તે સર્વને પરમપુરની શ્રીમદ્ રાજચંદ્ર હોસ્પિટલ કે રાજકોટમાં સારવારનો ખર્ચ અને સહાય આપવામાં આવનાર છે. દિવ્યાંગો અને અન્ય દર્દીઓ માટે આ કેમ રોગમુક્તિનો સંદેશ બન્યો હતો. આવનાર આ કેમ્પમાં જાણે તેમેને જીવવાનું એક અલગ ખબ મળી ગયું હોય એવું લાગતું હતું.

ગુરુદેવશ્રી રેકાશજીના વિશ્વભરમાં ફેલાયેલ ૨૦૨ કેન્દ્રો દ્વારા શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુરનો સેવાકીય કાર્યોનો વર્ષોનો સફળ ઇતિહાસ અને અનુભવ અહીં સ્પષ્ટપર્શે દેખાઈ રહ્યો હતો. આજનો આ નિઃશુલ્ક મેગા મલ્ટીસ્પેરિયાલિટી મેડિકલ કેમ્પ દર્દીઓને નવજીવન બક્ષવા જાણે આશીર્વાદ બની ગયો હતો.

આ કેમ્પમાં મોરબી માળિયા ધારાસભ્યશ્રી કાંતિલાલ અમૃતિયા, રામ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીશ્રી જશુભાઈ, દિલુભા
ઉદયસિંઘ જાડેજા, માળિયા તાલુકા પંચાયતના પ્રમુખ રમેશભાઈ સવજીભાઈ રાઠોડ. ગુજરાત રાજ્યના પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજા, માળિયાના પી.એસ.આઈ. ગઢવી , માળિયાના મામલતદાર પંડ્યા , લક્ષ્મીવાસના સરપંચ પ્રાણજીવનભાઈ ખાવર સમર્થન અને પ્રોત્સાહન આપવા ઉપસ્થિત હતા.

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW