Wednesday, January 22, 2025

મોરબી જિલ્લામાં ‘રાઈટ ટુ એજ્યુકેશન’ હેઠળ ધોરણ ૧ માં પ્રવેશ મેળવવા માટે અરજી પ્રક્રિયાનો પ્રારંભ કરાયો

Advertisement

શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪ અંતર્ગત ખાનગી શાળાઓમાં પ્રવેશ માટે

આગામી તા.૨૨ એપ્રિલ સુધી અરજી કરી શકાશે

બાળકોને મફત અને ફરજીયાત શિક્ષણના અધિકાર અધિનિયમ-2009 અન્વયે નબળા અને વંચિત જૂથોના બાળકોને શિક્ષણ મેળવવાનો અધિકાર પ્રાપ્ત થયેલો છે. જે અન્વયે મોરબી જિલ્લામાં નબળા અને વંચિત જૂથોના બાળકોને ૨૫ % મુજબ બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં ધોરણ ૧ માં વિનામૂલ્યે પ્રવેશ આપવામાં આવનાર છે .

ઓનલાઈન અરજી કરતી વખતે જરૂરી તમામ આધાર-પુરાવા સ્પષ્ટ રીતે વાંચી શકાય તે માટે સ્કેન કરીને અપલોડ કરવાના રહેશે. ‘રાઈટ ટુ એજ્યુકેશન’ હેઠળ પ્રવેશ મેળવવા માટે ઓનલાઇન વેબ પોર્ટલ http://rte.orpgujarat.com પર જઈને આગામી તા.૨૨ એપ્રિલ સુધી અરજી કરી શકાશે. વાલીએ ઓનલાઈન ફોર્મ ભરતી વખતે જરૂરી આધાર-પુરાવા જેવા કે જન્મ-તારીખનો દાખલો, રહેઠાણનો પુરાવો, જાતિ/કેટેગરીનો દાખલો, તેમજ આવકનો દાખલો (લાગુ પડતો હોય ત્યાં) વગેરે ઓનલાઈન અપલોડ કરવાનો રહેશે.

પાન કાર્ડ(PAN CARD) ન ધરાવતા / પાન કાર્ડ(PAN CARD) ધરાવતા હોય પરંતુ ઈન્કમટેક્ષ રીટર્ન ભરેલ ન હોય તે કિસ્સામાં આવકવેરાને પાત્ર આવક ન થતી હોવા અંગેનું નિયત નમૂનાનું સેલ્ફ ડિક્લેરેશન ઓનલાઈન ફોર્મ ભરતી વખતે ફરજીયાત અપલોડ કરવાનું રહેશે. ઓનલાઈન ફોર્મની પ્રિન્ટ વાલીઓએ પોતાની પાસે રાખવાની રહેશે. ખોટા આધાર પુરાવા રજૂ કરીને પ્રવેશ મેળવેલનો પ્રવેશ રદ કરવામાં આવશે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

એક વખત ઓનલાઇન અરજી કર્યા બાદ અન્ય કોઈપણ સ્થળે અરજી જમા કરાવવાની રહેશે નહીં. આ અંગે વધુ માહિતી મેળવવા માટે https://rte.orpgujarat.com વેબસાઈટ તેમજ મોરબી જિલ્લા માટે હેલ્પ લાઈન નંબર (૦૨૮૨૨ ) ૨૯૯૧૦૬ પર સંપર્ક કરી શકાશે. તેમ મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ની યાદીમાં જણાવાયું છે

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW