વાંકાનેર: વાંકાનેર તાલુકા ઢુવા ચોકડી પાસે રોડ ઉપરથી દેશી હાથ બનાવટની પીસ્તોલ તથા જીવતા ત્રણ કાર્ટીસ સાથે એક ઈસમને મોરબી ક્રાઈમ બ્રાંચે ઝડપી પાડયો છે.
મોરબી એલ.સી.બી./ પેરોલ ફર્લો સ્કોડ, મોરબીનો સ્ટાફ સાથે કામગીરી કરવા પ્રયત્નશીલ હોય તે દરમ્યાન પોલીસને સયુકતમાં મળેલ ખાનગી બાતમીના આધારે વાંકાનેર તાલુકા ઢુવા ચોકડી પાસે રોડ ઉપરથી આરોપી સિકંદરભાઇ રાયધનભાઇ મોવર ઉ.વ. ૩૫ રહે. વાંકાનેર વીસીપરા રેલ્વે સ્ટેશન રમેશભાઇના દવાખાના વાળી શેરીમાં તા.વાંકાનેર જી.મોરબી વાળાને ગેરકાયદેસર દેશી હાથ બનાવટની લોખંડની મેગ્જીન વાળી પીસ્તોલ-૦૧ કિં રૂ.૧૦,૦૦૦ તથા જીવતો કાર્ટીસ- ૦૩ કિં રૂ.૩૦૦ મળી કુલ કિં રૂ.૧૦,૩૦૦ ના મુદ્દામાલ સાથે પકડી પાડી વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં આગળની કાર્યવાહી અર્થે સોપેલ છે.