Wednesday, January 22, 2025

જો તમે તમારા બાઈક ને હેન્ડલ લોક નથી મારતા તો થઈ જાવ સાવધાન મોરબી એ ડિવિજન પોલિસે ૧૪ ચોરાઉ બાઇક સાથે એક શખ્સ ને ઝડપી લીધો

Advertisement

મોરબી: છેલ્લા ઘણા દિવસથી બાઇક ચોરીની ફરિયાદ પોલીસ મથકમાં નોંધાઇ રહી હતી ત્યારે એ ડિવિઝન પોલીસને સફળતા ની ચાવી હાથમાં લાગી છે બાતની ના આધારે ચતુર નામના શખ્સને 14 બાઇક સહિત 3.12 લાખના મુદામાલ સાથે ઝડપી પાડ્યો હતો.
મોરબી શહેરમા લગાવેલ નેત્રમ સી.સી.ટીવી કેમેરા તેમજ હ્યુમન સોર્સીસ થી બાતમીદારો આધારે ખાનગી હકિકત મળેલ કે એક ઇસમ નંબર પ્લેટ વગરના મોટર સાયકલ સાથે શંકાસ્પદ હાલતમા મોરબી શહેરમા આંટા મારતો હોવાની હકીકત મળતા મજકુર ઇસમ હાલમા મોરબી મકરાણીવાસ થી આગળ નદીના કાંઠે રામઘાટ પાસે હોવાની હકિકત મળતા સદરહુ જગ્યાએ હકિકત વાળો નીચે જણાવેલ ઇસમ નંબર પ્લેટ વગરના મોટર સાયકલ સાથે મળી આવતા મોટરસાયકલ ના કાગળો માંગતા નહી હોવાનુ જણાવતા સાથેના એ.એસ.આઇ રાજદીપસિંહ રાણા નાઓએ પોકેટ કોપથી સર્ચ કરતા સદરહુ મોટરસાયકલ મોરબી સીટી એ ડીવી.પો.સ્ટે ગુ.ર.નં.૦૬૦૭૮૨૩ આઇ.પી.સી. કલમ ૩૭૯ મુજબના ચોરીનુ હોવાનુ જણાતા આરોપીને હસ્તગત કરી વધુ પુછપરછ કરતા આરોપી ચતુરભાઇ કુકાભાઇ ભોજવીયા દેવીપુજક ઉ.વ.૫૫ ધંધો.સીક્યુરીટી ગાર્ડ રહે.હાલ નવી પીપળી ગામઘરે થી નંબર પ્લેટ વગરના અન્ય છ ચોરી ના મોટર સાયકલો મળી આવતા કબ્જે કરેલ છે.તેમજ મજકુર આરોપીએ મોરબી શહેર વિસ્તારમાથી ચોરી કરી આરસી બુક થોડા દિવસ મા આપી દવ તેવા બહાના કરી સાહેદો ને વેંચાણ થી આપેલ મોટર સાયકલો કુલ-૬ રજુ કરતા કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW