મોરબી એલસીબી પોલીસ ને બાતમી મળેલ કે, ટંકારા તરફથી એક ટ્રક નંબર-GJ-24-V-8975 વાળી રાજકોટ જનાર છે. જે ટ્રકમાં ગે.કા. ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરેલ છે, જે હકીકત આધારે મિતાણા ગામ સામે રાઘે પાન એન્ડ ટી સ્ટોલ નામની હોટલ સામે વોચ ગોઠવતા ટ્રકમાંથી ઇંગ્લીશ દારૂના જથ્થા તથા અન્ય મુદામાલ સાથે મળી આવતા એક ઇસમને પકડી પાડી ટંકારા પો.સ્ટે. ખાતે પ્રોહીબીશન ધારા તળે ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
પકડાયેલ આરોપીનું નામ સરનામુ
૧.બુધારામ સ/ઓ કાનારામજી કોજારામજી બાબલે બિશ્નોઇ ઉ.વ. ૪૩ ધંધો ડ્રાઇવીંગ રહે. બાલાજીનગર ગુડાબિશ્નોઇયાન પોસ્ટ, થાણુ ગુર તા.લુબન જિ.જોધપુર (રાજસ્થાન) પકડવાના બાકી આરોપીનું નામ સરનામુ
૧ સુરેશ રહે. ચિતલવાના સોચૌર (રાજસ્થાન) તથા માલ મોકલનાર તથા માલ મંગાવનાર તથા
ટ્રક માલીક
કબ્જે કરેલ મુદામાલની વિગત
(૧) મેકડોવેલ્સ ૦૧ કલેકશન ઓરીજનલ વ્હીસ્કીની બોટલો નંગ-૭૦૮૦ કિ.રૂ.૧૩,૪૫,૨૦૦/-
(ર) રોયલ સ્ટેગ રીઝર્વ વ્હીસ્કીની બોટલો નંગ-૨૧૦૦ કિ.રૂ.૮,૪૦,૦૦૦/-
(૪) ટાટા કંપનીની ટૂંક નંબર-GJ-24-V-8975 કિ.રૂ.૧૦,૦૦,૦૦૦/-
(૩) ઓલ સીઝન ગોલ્ડન કલેકશન રીઝર્વ વ્હીસ્કીની બોટલો નંગ-૨૨૮૦ કિ.રૂ.૧૩,૬૮,૦૦૦/- (૫) એન્ડ્રોઇડ મોબાઇલ ફોન-૦૧ કિ.રૂ.૫૦૦૦/-
(૬) રોકડા રૂપીયા-૧૪,૨૦૦/- તથા અન્ય મુદામાલ મળી કુલ કિ.રૂ.૪૫,૭૨,૪૦૦/- નો મુદામાલ
કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી
ડી.એમ.ઢોલ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબી તથા PSI શ્રી, કે.જે.ચૌહાણ, એન.એચ. ચુડાસમા, એ.ડી.જાડેજા તથા એલ.સી.બી. પેરોલ ફર્લો સ્કવોડ તથા ટેકનીકલ ટીમ મોરબીનો સ્ટાફ કામગીરીમાં જોડાયેલ હતા