Wednesday, January 22, 2025

જોજો રહી ના જતા મતદારયાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમની તારીખ ૨૩ એપ્રિલ સુધી લંબાવાઇ

Advertisement

તા.૦૧/૦૪/૨૦૨૩ ના રોજ જેમના ૧૮ વર્ષ પૂર્ણ થતા હોય તેઓ મતદારયાદીમાં નામ નોંધાવી શકશે.

તારીખ ૧/૦૪/૨૦૨૩ની લાયકાતની તારીખમાં જાહેર કરેલ ફોટાવાળી મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-૨૦૨૩ અન્વયે નવા ચૂંટણીકાર્ડ કાઢવા, હયાત ચૂંટણીકાર્ડમાં નામ સુધારા-વધારા કરવા, સ્થળાંતરના તથા અવસાનના કિસ્સામાં નામ કમી વગેરે ચૂંટણીકાર્ડ ને લગતી વિવિધ કામગીરી માટે તા. ૨૩/૦૪/૨૦૨૩ ના રોજ જિલ્લાની ત્રણેય વિધાનસભા મતવિભાગમાં સમાવિષ્ટ તમામ કુલ ૯૦૫ મતદાનમથકો ખાતે બુથ લેવલ ઓફિસરશ્રીઓ દ્વારા ફોર્મ્સ ભરવામાં આવનાર છે. જે અંતર્ગત મોરબી જિલ્લાના તમામ નાગરીકોને મતદારયાદીમાં નામ સુધારા કરવા તથા તા.૦૧/૦૪/૨૦૨૩ ના રોજ જેમના ૧૮ વર્ષ પૂર્ણ થતા હોય તેઓ મતદારયાદીમાં નામ નોંધાવી શકશે. મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-૨૦૨૩ અંતર્ગત હક્ક-દાવા અને વાંધા સ્વીકારવાની તારીખ ૨૩/૦૪/૨૦૨૩ સુધી લંબાવવામાં આવેલ છે. તથા તા.૨૩/૦૪/૨૦૨૩ એ SSR-2023 અંતર્ગત છેલ્લા ઝુંબેશના દિવસે રવિવાર હોય તમામ નાગરિકો તેમના મતદાન બુથ પર જ તેમના બી.એલ.ઓ. નો સંપર્ક કરી મતદારયાદીમાં નોંધણી, કમી, સુધારા-વધારા માટેનું જરૂરીયાત મુજબનું ફોર્મ ભરી શકશે તેમ નાયબ ચૂંટણી અધિકારી એસ. એમ. કાથડની યાદીમાં જણાવાયું છે.

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW