નાયબ પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ રાજકોટ વિભાગ રાજકોટએ રેન્જમાં બનતા મિલ્કત સબંધી ગુન્હાઓ અટકાવવા તથા અન-ડીટેકટ મિલ્કત સંબંધી ગુન્હાઓને શોધી કાઢી અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય
જે અન્વયે પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી ની સુચના તેમજ નાયબ પોલીસ અધિક્ષક પી. એ.ઝાલા ના સીધા માર્ગદર્શન હૈઠળ મોરબી જીલ્લામાં મિલ્કત સબંધી ગુન્હાઓ અટકાવવા તેમજ અનડીટેકટ મિલ્કત સબંધી ગુન્હાઓ શોધી કાઢી અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય જે અન્વયે
મોરબી તાલુકાના ઘેટું ગામથી તળાવીયા શનાળા તરફ જતા રસ્તા ઉપરથી કારખાનેદારનુ અપહરણ કરી અપહરણ કર્તાને છોડાવવાના ૫ લાખ ખંડણી વસુલી આરોપીઓ ઇકો કાર લઇ મધ્યપ્રદેશ રાજયમાં નાસી ગયેલ હોય જે બનાવ બાબતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે એ-પાર્ટ ગુ.ર.નં.૦૭૯૩/૨૦૨૩ ઇ.પી.કો
કલમ-૩૬૪(૧), ૧૧૪ મુજબનો ગુન્હો રજી. થયેલ હોય જે ગુનાના બનેલ ગંભીર બનાવ અંગે પોલ્લીસ ઇન્સ્પેકટર કે. એ. વાળા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ના સીધા માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના પો.સ.ઇ. વી.જી.જેઠવા તથા સ્ટાફના માણસોની અલગ અલગ ટીમો બનાવી સી.સી.ટી.વી ફુટેજ તથા હ્યુમન સોર્સીસથી આરોપીઓનો રૂટ ચકાસતા આરોપીઓ ઇકો કાર લઇ મધ્યપ્રદેશ તરફ ગયેલ હોવાની મળેલ હકીકત આધારે તાત્કાલીક એક ટીમ મધ્યપ્રદેશ ખાતે તપાસમાં રવાના કરતા મધ્યપ્રદેશ રાજયના ધાર જીલ્લાના મનાવર તાલુકાના સરસગાંવ ગામેથી સદરહુ બનાવને અંજામ આપનાર ત્રણ ઇસમો તથા ખંડણી પેટે મેળવેલ રૂ.૨,૧૬,૦૦૦/- તથા બનાવમાં ઉપયોગમાં લીધેલ ઇકો કાર સહિતનો મુદ્દામાલ શોધી કાઢી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.
અટક કરેલ આરોપી –
1. રોહિતકુમાર ઉર્ફે રાજકુમાર નાનુરામ મંડલોઇ ઉ.વ.૨૩, રહે. છોટા ભવાનીયા, તા.ધરમપુર, જી ધાર, મધ્યપ્રદેશ 2. જયંતકુમાર હરીહર બહેરા ઉ.વ.૩૦, રહે. સોમનાથપુર, તા.રેમુના, જી.બાલેશોર, ઓરીસ્સા, ૩. તપનકુમાર ઉર્ફે મનોજ હરીહર બહેસ ઉ.વ.૩૦, રહે. સોમનાથપુર, તા.રેમુના, જી.બાલેશીર, ઓરીસ્સા
અટક કરવાના બાકી આરોપી –
1. પવન ખુમસીંગ નરગેસ રહે. સરસગાંવ, તા મનાવર, જી.ધાર, મધ્યપ્રદેશ
2. રાજેશ ગજાનંદ નરગાંવે રહે. ભુવાનીયા ખુર્દ, તા.ધરમપુરી, જી.ધાર, મધ્યપ્રદેશ.
કબ્જે કરેલ મુદ્દામાલ
મારૂતિ ઇકો કાર રજી.ની MP-09-20-2778 તેમજ ૨.૧૬ લાખ રોકડ મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ છે,
કામગીરી કરનાર પોલીસ સ્ટાફ પોલીસ ઇન્સ્પેકટર કે.એ.વાળા તથા પો.સ.ઇ. વી.જી.જેઠવા તથા
એ.એસ.આઇ. જયદેવસિંહ ઝાલા તથા પોલીસ હેડ કોન્સ. અજીતસિંહ પરમાર તથા પોલીસ કોન્સ ફતેમા પરમાર તથા રમેશભાઇ મુંધવા તથા દિવ્યરાજસિંહ જાડેજા તથા ભગીરથભાઇ લોખીલ તથા જયદીપભાઇ પટેલ તથા પંકજભા ગુઢડા તથા કેતનભાઇ અજાણા તથા પૃથ્વીરાજસિંહ જાડેજા તથા કુલદિપભાઇ કાનગડ તથા દેવશીભાઇ મોરી તથા હરપાલસિંહ ઝાલા નાઓ દ્વારા સદરહું કામગીરી કરવામાં આવેલ