મોરબી : આર્યતેજ ગ્રુપ ઓફ કોલેઝ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement

મોરબી: 5મી જૂન – વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે આર્યતેજ ગ્રુપ ઓફ કૉલેજસ, મોરબી ખાતે એક વિશિષ્ટ વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. પર્યાવરણ સંરક્ષણના મહત્ત્વપૂર્ણ સંદેશ સાથે યોજાયેલ આ કાર્યક્રમમાં કોલેજના તમામ ડિપાર્ટમેન્ટના પ્રિન્સિપાલ્સ, શિક્ષકગણ, તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ સક્રિય રીતે ભાગ લીધો હતો.

કાર્યક્રમ દરમિયાન કુલ 30 થી 35 વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું, જેમાં મુખ્યત્વે ઓક્સિજન આપતા તથા સ્થાનિક વાતાવરણને અનુકૂળ એવા વૃક્ષોનો સમાવેશ કરાયો. આ કાર્યક્રમની સફળતા પાછળ તમામ સ્ટાફ તથા વિદ્યાર્થીઓની ઉત્સાહપૂર્વકની ભાગીદારી નોંધપાત્ર રહી.

આ પ્રસંગે પ્રિન્સીપાલશ્રીઓએ જણાવ્યું હતું કે, “આજનું વૃક્ષારોપણ માત્ર એક કાર્યક્રમ નહીં પરંતુ ભાવિ પેઢી માટે એક પ્રેરણાદાયક પહેલ છે. દરેક નાગરિકે પોતાની જવાબદારી સમજીને પર્યાવરણ જળવાઈ રહે તે માટે આગળ આવવું જોઈએ.”

કાર્યક્રમ અંતે સંદેશ આપવામાં આવ્યો કે વૃક્ષો માત્ર દરરોજ ઓક્સિજન પૂરા પાડે છે એટલું જ નહીં, પરંતુ પૃથ્વીની ઉષ્મા ઘટાડવામાં, પાણીના સ્તર જાળવવામાં તથા જીવજંતુઓ માટે નેશનલ હેબિટેટ પૂરુ પાડવામાં પણ અગત્યનો ફાળો આપે છે. તેથી, પર્યાવરણ બચાવવાનો શ્રેષ્ઠ ઉપાય એટલે વૃક્ષારોપણ.

આ કાર્યક્રમ અંતર્ગત ઉપસ્થિત મહાનુભાવોએ બધાને અપીલ કરી હતી કે “પ્રકૃતિને ઋણ ચુકવવા આપણે એક વૃક્ષ જરૂર લગાવવું જોઈએ.”

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW