Sunday, January 12, 2025

સ્ટુડન્ટ પોલીસ કેડેટ સમર કેમ્પમાં ડો. પ્રહલાદ ઉઘરેજા તથા તેમની ટીમ દ્વારા કેડેટને પ્રાથમીક સારવાર અંગેનુ ડેમોસ્ટ્રેશન આપવામા આવેલ

Advertisement

સ્ટુન્ડ પોલીસ કેડેટ (SPC) યોજના અનવ્યે તા.૨૪/૦૪/૨૦૨૩ થી તા.૩૦/૦૪/૨૦૨૩ મા સમર કેમ્પ અનવ્યે તા.૨૮/૦૪/૨૦૧૩ ના રોજ કેમ્પના યોથા દિવસે શ્રી કડવા પાટીદાર વિધાર્થી ભુવન ટ્રસ્ટ,જોધપર નદી,તા.જી.મોરબી ખાતે SPC ના વિધાર્થીઓએ કેમ્પની શરૂઆત આત્માનો ખોરાક એટલે “પાર્થના ”થી કરી જેનાથી વિધાર્થીઓમા તાજગીનો સંચાર થયો હતો.ત્યારબાદ તમામને સુર્યોદય જોવા માટે એકત્રીત કરવામા આવેલ બાદ ધ્યાન સંગીતના તાલે જુદા જુદા પ્રકારના યોગ સત્ર બાદ પરેડનું આયોજન કરવામા આવ્યુ.જેમા શિસ્ત,અનુશાસન અને શારીરીક મજબુતી વિશે માહીતી આપવામા આવી.ત્યારબાદ અલ્પાહાર લીધા બાદ વિશિષ્ટ વ્યક્તિના ઉદબોધન અંગેના એક સત્રનુ આયોજન કરવામા આવ્યુ જેને વિકલ્પોનું આકાશ નામ આપવામા આવેલ જેમા ગોકુળનગર પ્રાથમીક શાળાના આચાર્ય વિનોદભાઇ ગોધાણી દ્વારા શિષ્યવૃતિઓને લગતી પરીક્ષાઓ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કેવી રીતે કરવી અને ધોરણ ૧૦ અને ૧૨ પછીના વિવધ અભ્યાસક્રમોની માહિતી વિગતવાર આપવામા આવેલ તેમજ ડો.જયેશ શનારીયા એમડી ડર્મેટોલોજીસ્ટ દ્વારા કારકિર્દીને લગત પ્રેરક ઉદબોધન અને માર્ગદર્શન આપવામા આવેલ જે બાદ પ્રાથમિક સારવાર(ફસ્ટ એઇડની તાલીમ) અંગેના એક તાસનુ આયોજન કરવામા આવેલ જેમાં શિવમ હોસ્પીટલ,મોરબીના તજજ્ઞ ડોકટર પ્રહલાદ ઉઘરેજા તથા તેમની ટીમ દ્વારા કેડેટને પ્રાથમિક સારવાર અંગે પ્રાથમીક સારવાર આપવાની પધ્મીઓ વગેરેથી માહિતગાર કરી પ્રાથમીક સારવાર અંગેનુ ડેમોસ્ટ્રેશન આપવામા આવેલ જે બાદ સત્ર પુર્ણ કરી તમામે બપોરનુ ભોજન લીધુ હતુ.બપોર બાદ તમામ કેડેટ ને ૪૪ વર્ગમા વહેચણી કરી મારે જીવનમા શુ કરવુ છે જે બાબતેની ચર્ચા કરવામા આવી.કર્યુ.ત્યારબાદ રીસેસ સમયે તમામ ને હળવો નાસ્તો કરવવામા આવ્યો હતો ત્યારબાદ તમામ કેડેટને ચક દે ઇન્ડીયા નામની ફિલ્મ દેખાડવામા આવેલ જે બાદ તમામે ભોજન લીધુ હતુ અને રાત્રીના સમયે દેખાડવામા આવેલ ફિલ્મ ચક દે ઇન્ડીયામાથી શુ શિખ્યા તેના વિશે ચર્ચા-વિચારણા કરવામા આવેલ

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW