મોરબી જીલ્લા પોલીસ વડા દ્વારા તાત્કાલિક અસરથી જાહેરહિતમાં વાંકાનેર સીટી પી.આઈ. તરીકે ફરજ બજાવતા કે. એમ. છાસીયાની બદલી કરી તેઓને લીવ રીઝર્વ માં મુકવામાં આવ્યા છે. આ સાથે જ મોરબી લીવ રિઝર્વમા રહેલ પી.આઈ પી. ડી. સોલંકીની વાંકાનેર સીટી પી.આઈ. તરીકે નિમણૂક કરવામાં આવી છે.
બાબતે પ્રાપ્ત માહિતી મુજબ છેલ્લા ઘણા સમયથી વાંકાનેર સીટી પીઆઈ છાસીયા કેટલાક વિવાદોથી ઘેરાયેલા હોય, અને અવારનવાર અરજદારો સાથે ગેરવર્તન અને પોલીસ ફરિયાદ નોંધવામાં આનાકાનીની ફરિયાદો પીઆઈ સામે ઉઠી હોય, અને તેની સામે ઉચ્ચ અધિકારીઓને રજૂઆતો પણ કરવામાં આવી હોય, જે બધાં વચ્ચે મોરબી જિલ્લા પોલીસ વડા દ્વારા તાત્કાલિક અસરથી જાહેરહિતમાં વાંકાનેર સીટી પીઆઈ કે. એમ. છાસીયાની બદલી કરી તેમને મોરબીમાં લીવ રિઝર્વમાં મુકી અને વાંકાનેર સીટી પોલીસમાં નવા પીઆઈ તરીકે મોરબી લિવ રિઝર્વમાં રહેલ પી. ડી. સોલંકીની નિમણૂક કરવામાં આવી છે.