મોરબીમાં ગત માસે પગાર ખુબજ મોડો થયો હતો જેથી શિક્ષકોમાં ખુબજ કચવાટ હતો.પણ આ મહિને અધિકારી,કર્મચારીઓની ત્વરિત કામગીરીને કારણે પહેલી જ તારીખે બેંકમાં પગાર થઈ જતા બેન્કમાંથી મોબાઈલમાં આવેલ મેસેજના ટ્રીન ટ્રીન અવાજના રણકાથી જાણ થતાં શિક્ષકો ખુશખુશાલ થઈ ગયા હતા.જૂન માસના પ્રથમ દિવસે પગાર કરી આપવામાં ત્વરિત કામગીરી કરવા બદલ જિલ્લા-તાલુકા વિકાસ અધિકારીઓ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી પ્રવિણભાઈ અંબારીયા,નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દિનેશભાઈ ગરચર તેમજ જિલ્લા તાલુકાના એકાઉન્ટ ઓફિસર તેમજ જિલ્લા-તાલુકામાં એકાઉન્ટનું ટેબલ સાંભળતા તમામ કર્મઠ કર્મયોગીઓનો શિક્ષકોએ આભાર પ્રકટ કર્યો છે.