મોરબી પોસ્ટ ઓફીસના સ્ટાફે પુર્વી ડાંગરને ફુલહાર સાથે સન્માનિત કરી અભિનંદન પાઠવ્યા
માળીયામિંયાણાના વેણાસર ગામના રહેવાસી હાલ મોરબી મેઈન પોસ્ટ ઓફીસમાં પોસ્ટમેન તરીકે ફરજ બજાવતા પ્રભાતભાઈ ડાંગરની દિકરી પુર્વી ડાંગરે તાજેતરમાં લેવાયેલી ધો.૧૨ની બોર્ડની પરીક્ષામાં ૧૨ કોમર્સમાં A2 ગ્રેડ સાથે ૯૮.૪૧ PR સાથે ઉર્તિણ થઈને ઝળહળતી સફળતા સાથે પુર્વી ડાંગરે લગન મહેનતથી ધાર્યુ પરીણામ મેળવી નાલંદા વિદ્યાલય ડાંગર પરીવારની સાથે ગામનુ નામ રોશન કરીને ગૌરવ વધાર્યું છે આ તકે મોરબી પોસ્ટ ઓફીસ ક્ષેત્રે સંકળાયેલા પોસ્ટ કર્મચારી SPM જે.આર.રાવલ APM વર્ષાબેન અને જી.ટી.ઠોરીયા દ્વારા પૂર્વી ડાંગરને ફુલહાર કરીને સન્માનિત કરી જીવનમાં ભણીગણીને ઉતરોતર પ્રગતિ કરો તેવી શુભેચ્છાની સાથે અભિનંદન પાઠવ્યા હતા