ટંકારા તાલુકાના લજાઈ ચોકડીથી જડેશ્વર સુધીનો રોડ અતિ બિસ્માર હાલતમાં હોવાથી ઘણા સમયથી બંધ હોવાના કારણે રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો પરંતુ એક સામાજિક કાર્યકર રમેશભાઈ ખાખરીયા અને એડવોકેટ તેમજ આરટીઆઇ એકટીવિસ્ટ અનિલ બાબુલાલ ડાકા તેમજ પ્રવિણભાઈ મેરજાના અથાગ પ્રયત્નોથી કામ ચાલુ થઈ ગયેલ છે.
આ પ્રસંગે ટંકારા -પડધરી વિસ્તારનાં ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, ટંકારા તાલુકા પંચાયતના પ્રમુખના પતિ પ્રભુલાલ કામરીયા તેમજ અન્ય પદાધિકારીઓ નિરીક્ષણ કરતા જોવા મળી રહ્યા છે