નાલંદા વિદ્યાલય – (વિરપર) દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી
મોરબી: નવા શૈક્ષણિક વર્ષ – 2023/24 ના પ્રથમ દિવસે શાળામાં બાળકોનું હરખભેર અને ઉષ્માભર્યુ સ્વાગત કરવામાં આવ્યું. શાળાની શિક્ષિકા બહેનો દ્વારા બાળકોને ચંદન તિલક કરી નવા શૈક્ષણિક દિવસની ઉજવણી કરવામાં આવી.
વળી આજના દિવસે 5 જૂન એટલે કે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરાઈ હતી. સવારે 8:30 થી 9:30 સુધી પ્રાર્થનાસભા દરમિયાન આ કાર્યક્રમની ઉજવણી થઈ જેમાં અમારી શાળાનાં તમામ શિક્ષક ગણ તથા ધોરણ – 1 થી 10 ના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. ધો- 10 ની બે વિધાર્થીનીઓ વડાવિયા માહિ અને શેરશિયા એશા એ વિશ્વ પર્યાવરણ દિવસ વિશે પોતાના વિચારો વ્યકત કર્યા હતા.
કાર્યક્રમની પૂર્ણાહૂતી શાળાનાં બાળકો તથા શિક્ષક મિત્રો દ્વારા વૃક્ષારોપણ કરી કરવામાં આવી જેમાં આંબલી, રાયણ, ગુલમહોર તથા ફૂલ-છોડ જેવા 20 વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું હતું.
વૃક્ષારોપણ કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓને વૃક્ષોનું જતન કરવાનો સંકલ્પ લેવડાવવામાં આવ્યો. તેમજ શાળાના શિક્ષકો દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની સમજૂતી અને પર્યાવરણનું શું મહત્વ છે તેના વિષેના વિચારો રજુ કરવામાં આવ્યા. કાર્યક્રમમાં અંદાજે 1200 જેટલા વિદ્યાર્થીઓ તથા 55 જેટલા શિક્ષકોએ ભાગ લીધો હતો.