*સંભવિત વાવાઝોડાં ના પગલે મોરબી જીલ્લા ના સ્થળાંતરિતો માટે ભોજન પ્રસાદ વ્યવસ્થા અવિરત યોજવામાં આવી રહી છે.*
*વાવાઝોડાં ના અસરગ્રસ્તો માટે પરિસ્થિતી સામાન્ય ન થાય ત્યાં સુધી બંને ટાઈમ ભોજન વ્યવસ્થા કરવા માં આવશે.*
વિવિધ પ્રકાર ની માનવસેવા પ્રદાન કરતાં મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા હરહંમેશ કુદરતી આફત સમયે અવિરત સેવા અર્પણ કરવા માં આવે છે ત્યારે પ્રવર્તમાન સમયે સમગ્ર ગુજરાત પર બિપરજોય વાવાઝોડાં નુ સંકટ તોડાઈ રહ્યુ છે. રાજ્ય સરકાર તેમજ સ્થાનિક પ્રશાસન રાઉન્ડ ધ ક્લોક એક્શન મોડ માં આવી ગયેલ છે ત્યારે મોરબી જીલ્લા ના નવલખી બંદર ની આસપાસ ના વિસ્તારો માં સ્થળાંતર પ્રક્રિયા પૂરજોશ માં ચાલી રહી છે એવા સમયે સ્થાનિક પ્રશાસન સાથે ખભેખભો મિલાવી મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા અસરગ્રસ્તો તેમજ સ્થળાંતરિતો માટે બંને ટાઈમ ભોજન પ્રસાદ ની વ્યવસ્થા ૪ દીવસથી કરવા માં આવી રહી છે.
આજ રોજ મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર ના અગ્રણીઓ શ્રી ગીરીશભાઈ ઘેલાણી, દીપકભાઈ પોપટ, જયેશભાઈ કંસારા, હરીશભાઈ રાજા,નરેન્દ્રભાઈ રાચ્છ, નિર્મિતભાઈ કક્કડ, અનિલભાઈ સોમૈયા, પ્રવિણભાઈ કારીયા, સુનિલભાઈ પુજારા, સચિનભાઈ કાનાબાર, જયંતભાઈ રાઘુરા દ્વારા મોરબી જીલ્લા ના સ્થળાંતરિતો માટે ભોજન પ્રસાદ ની વ્યાવસ્થા કરવા માં આવી હતી. પરિસ્થિતી સામાન્ય ન થાય ત્યાં સુધી બંને ટાઈમ અસરગ્રસ્તો માટે ભોજન પ્રસાદ યોજવા માં આવશે તેમ સંસ્થાના અગ્રણીઓએ જણાવ્યુ હતું.