ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં જાહેર થયેલ તલાટી કમ મંત્રી સંવર્ગ ના પરિણામમાં મોરબી નો તેજસ્વી યુવાન રાવલ રાજ મનોજભાઈ ઉતીર્ણ થઈને સમગ્ર બ્રહ્મસમાજ નું ગૌરવ વધારેલ છે. અત્રે ખાસ ઉલેખનીય છે કે સામાન્ય પરિવાર માંથી આવતો રાજ રાવલ જયારે ધો 10 માં અભ્યાસ કરતો હતો ત્યારે બોર્ડની ચાલુ પરિક્ષા દરમિયાન તેના પિતા મનોજભાઈનું આકસ્મિક અવશાન થયું હતું આવી પ્રતિકુળ પરિસ્થિતિ હોવા છતાં ધો 10 અને 12 ની પરિક્ષામાં ઉચ્ચ ગુણ પ્રાપ્ત કરીને મોરબી ની પી.જી.પટેલ કોલેજ માં સ્નાતકનો અભ્યાસ પૂર્ણ કર્યો અને તેમાં પણ ખુબ ઉચ્ચ પરિણામ મેળવ્યું હતું. ત્યારબાદ સખત મહેનત દ્વારા સ્પર્ધાત્મક પરિક્ષાની તૈયારી શરુ કરી હતી. અથાગ પરિશ્રમ અને મહેનતના ફળ સ્વરૂપે ઈશ્વરકૃપા અને માતા-પિતા, વડીલોના આશીર્વાદ થી આજે ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં જાહેર થયેલ તલાટી કમ મંત્રી સંવર્ગની પરિક્ષામાં ઉતીર્ણ થયેલ છે અને પોતાના પરિવાર અને બ્રહ્મસમાજનું ગૌરવ વધારેલ છે. આ તકે આ યુવાન ભવિષ્યમાં GPSC તથા UPSC જેવી પરિક્ષા માં ઉતીર્ણ થવાનો ધ્યેય ધરાવે છે.