ટંકારા નગરનાકા સામે રાજકોટ મોરબી રોડ ઉપરથી નાર્કોટીક્સ માદક પદાર્થ મેફેડ્રોન પાવડરના જથ્થા સાથે એક ઇસમને મોરબી એસ.ઓ.જી.ટીમે ઝડપી પાડયો છે.
એસ.ઓ.જી.ની ચાર્ટર મુજબની કામગીરી કરવા મોરબી એસ.ઓ.જી.સ્ટાફ પ્રયત્નશીલ હોય તે અન્વયે પોલીસ હેડ કોન્સ્ટેબલને બાતમી મળેલ કે, જીતેન્દ્રભાઇ રામજીભાઇ પ્રજાપતિ રહે હાલ લક્ષ્મીનારાણય એપાર્ટમેન્ટ મોરબી-૨ વાળા પોતાના કબજામાં ગેરકાયદેસર રીતે માદક પદાર્થ પાવડર લઇ સી.એન.જી. ઓટો રીક્ષા નં-GJ-1-TB-3442 વાળીમાં બેસી રાજકોટ તરફથી મોરબી તરફ જવા નિકળનાર છે, જે મળેલ બાતમીના આધારે બાતમી વાળી જગ્યાએ જઇ વોચ તપાસમાં રહેતા જીતેન્દ્રભાઇ રામજીભાઇ પ્રજાપતિ રહે હાલ લક્ષ્મીનારાણય એપાર્ટમેન્ટ મોરબી-૨વાળો ઇસમ નાર્કોટીક્સ માદક પદાર્થ મેફેડ્રોનનો જથ્થો ૧૦.૨૦ ગ્રામ કિ.રૂ. ૧,૦૨,૦૦૦ તથા મોબાઇલ ફોન નંગ-૨ કિ.રૂ.૧૦,૦૦૦/- તથા રોકડા રૂપીયા ૧૮૧૦/- મળી કુલ રૂ.૧,૧૩,૮૧૦ મુદામાલ સાથે મળી આવતા એન.ડી.પી.એસ. એક્ટની કલમ-૮(સી), ૨૧(બી) મુજબની કાર્યવાહી કરી સદરહુ ઇસમને ધોરણસર અટક કરી ટંકારા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવેલ છે.