ગુજરાતમાં બિપરજોય વાવાઝોડાના પગલે મોરબી જિલ્લામાં અસરગ્રસ્ત લોકોને સ્થળાંતરિત કરવામાં આવ્યા હતા. ત્યારે લોકોને જમવાની રહેવાની વ્યવસ્થા મોરબીની સેવાભાવી સંસ્થા દ્વારા પુરી પાડવામાં આવી હતી. ત્યારે અનસ્ટોપેબલ વોરીયર ગ્રુપ માળિયાના છેવાડાના વિસ્તાર સુધી પહોચી લોકોની મદદ માટે આગળ આવી માનવતા મહેકાવી હતી.
જેમાં મોરબીમાં હર હંમેશ સેવાકાર્યમાં અગ્રેસર રહેતું અનસ્ટોપેબલ વોરીયર ગ્રુપ દ્વારા આવા સંકટ સમયે અસરગ્રસ્ત લોકોની વ્હારે આવ્યું હતું.
નવલખી પોર્ટની બાજુમાં આવેલ માળિયાનું વર્ષામેડી ગામની સીમમાં રહેતા 250થી વધુ અસરગ્રસ્ત લોકોને સુખડી, પુરી અને ભાજીનું ભોજન કરાવ્યું હતું. આ સેવાકાર્યમાં અનસ્ટોપેબલ વોરીયર ગ્રુપના પ્રમુખ હેતલબેન પટેલ તથા ગ્રુપના સભ્યો જોડાયા હતા.