રાજકોટ લોકસભાના સાંસદ મોહનભાઈ કુંડારીયા તથા ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાના પ્રયાસોથી ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા ટંકારાના નોનપ્લાન રસ્તા અંદાજે 11.10 કિ.મી. રૂ.600.00 લાખના મંજુર કરાવેલ છે. આ રસ્તાઓના કામો પુર્ણ થતા આ વિસ્તારના દરેક લોકોને ખુબ જ ઉપયોગી બનશે. તેથી આ અંગે સાંસદ મોહનભાઈ કુંડારીયા તથા ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તથા મંત્રી મંડળનો આભાર વ્યકત કરેલ હતો.