Saturday, January 11, 2025

ધોરણ ૧૦ અને ૧૨ની રીપીટ પરીક્ષા અંગેનું જાહેરનામું બહાર પડાયું

Advertisement

આગામી ૧૦ થી ૧૪ જુલાઈ ધોરણ ૧૦ અને ૧૨ રીપીટર ઉમેદવારોની પરીક્ષા લેવાશે

આગામી તા.૧૦/૦૭/૨૦૨૩ થી તા.૧૪-૦૭-૨૦૨૩ દરમિયાન મોરબીમાં ધોરણ ૧૦ અને ૧૨ની રીપીટર ઉમેદવારોની પરીક્ષા યોજાનાર છે. આ પરીક્ષાઓ શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે હેતુથી મોરબી અધિક જિલ્લા કલેક્ટરશ્રી એન.કે. મુછાર દ્વારા જાહેરનામુ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.

આ જાહેરનામા અનુસાર મોરબી જિલ્લામાં જે ૧૦ પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષાનું આયોજન કરવામાં આવેલ છે ત્યાં પરીક્ષાના દિવસે પરીક્ષા સ્થળની આસપાસના ૧૦૦ મીટરના વિસ્તારમાં પરીક્ષા સમય દરમિયાન ગેરરીતી કરવાના ઇરાદાથી કે અનિયમિતતા ઉભી કરવા અને પરીક્ષા કાર્યમાં ખલેલ પાડવાના ઇરાદાથી ચાર કરતાં વધુ વ્યક્તિઓએ એકત્રીત થવું નહીં અથવા કોઇ સભા ભરવી નહીં કે સરઘસ કાઢવું નહીં. પરીક્ષા સ્થળે મોબાઇલ લઇ જવો નહીં. નિર્દીષ્ટ વિસ્તારની આસપાસ ઝેરોક્ષ અથવા લીથો કે અન્ય કોઇ રીતે પરીક્ષા કાર્યમાં ગેરરીતી કરવા કોપીંગ કરવા વગેરે ગેરકાયદેસર કૃત્ય કરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.

આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર ભારતીય દંડ સંહીતાની કલમ- ૧૮૮ હેઠળ શિક્ષાને પાત્ર થશે.

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW