મોરબી: ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા એ ગત રોજ એક વાયરલ વિડિયો માં જેમાં લગતા સરકારી વિભાગો પર ગંભીર આક્ષેપો બાદ પણ ખાખરેચી મોરબી માળીયા રોડ પર માતેલાસાંઢની જેમ ખનીજ ભરેલા દોડતા ડમ્પરો પર કોની દયા કયા સરકારી અધિકારીની મીઠીનજર ચર્ચા થી બેફામ ચાલી રહ્યા છે!
મોરબી માળીયાના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા દ્વારા ગઈકાલે ખનીજ ભરેલા ડમ્પરને રોકી મોરબી માળીયા વિસ્તાર માં ચાલતી ખનીજ ચોરી મામલે આકરા પાણીએ ગંભીર આક્ષેપો કરી મોરબી પોલીસ અને આરટીઓ સહિત ખાણ ખનીજ વિભાગની પોલ ખોલી નાખી હતી તેમ છતા મોરબી માળીયા, જેતપર ખાખરેચી સહિતના રોડ પર ખનીજ ભરેલા ડમ્પરો બેફામ દોડી રહ્યા છે તે ચર્ચાનો અને તપાસનો વિષય બન્યો છે મોરબી માળીયાના સિંઘમ કહેવાતા ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા દ્વારા વાયરલ વીડિયોમાં મહીને એક ગાડીનો ૩ હજાર હપ્તો લે છે તેમજ આ હપ્તા વસુલીમાં સરકારી બાબુઓ પણ પૈસા લેતા હોવાનું કહી મોરબી પોલીસની સાથે આરટીઓની, ખનીજ વિભાગ સહિતના આબરૂના ધજાગરા ઉડાડતા ગંભીર આક્ષેપો સાથે પોલ છતી કરી નાખતા ચકચાર મચી ગઈ હતી ધારાસભ્યના ખુલ્લેઆમ આક્ષેપો બાદ જાણે લગતા વિભાગના સરકારી બાબુઓ મ્યાઉંની મિદડી બની ગયા જેવો ઘાટ જોવા મળ્યો છે પરંતુ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાના ગંભીર આક્ષેપો બાદ પોલીસ તંત્ર હોય કે આરટીઓ,કે ખાન ખનીજ વિભાગ હપ્તા કોન લે છે? તે સૌથી મોટો પ્રશ્ન છે મોરબી માળીયા હાઈવે હોય કે ખાખરેચી રોડ આ રોડ પર ખનીજ ભરેલા દોડતા ડમ્પરો રોક શકો તો રોકલો જેવા તાલ સાથે ડમ્પરો માતેલાસાંઢની જેમ બેફામ દોડી રહ્યા છે ત્યારે ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા દ્વારા ખનીજચોરી અને નંબર પ્લેટ વગરના દોડતા ડમ્પરો મામલે ખખડાવ્યા પરંતુ હપ્તા ખાય ખાયને રીઢા બની ગયેલા અમુક સરકારી બાબુઓ પદાધિકારી ની વાત ને કાને નથી લેતા! અને નક્કર કામગીરી કરવાના બદલે ખનીજ માફીયાઓના ગુલાબ બની ચાપલુસી કરતા હોય તેમ નંબર પ્લેટ વગરના ડમ્પરો હોય કે ખનીજ ભરેલા ડમ્પરો બિન્દાસ મોરબી સુધી પહોંચી જતા હોવા છતા રૂપીયાની મોહમાયામાં ફસાયેલા અમુક સરકારી અધિકારી માત્ર મુકપ્રેક્ષક બની ચાર-ચાર હાથ ખનીજચોરી કરતા તત્ત્વો ઉપર હોય!! તેમ બેફામ દોડતા ડમ્પરો પરથી લાગી રહ્યું છે