વાંકાનેર તાલુકા પીપળીના રાજ ગામ ખાતે બનેલ ખુન કેસના બનાવ નો ગણતરીની કલાકમાં ભેદ ઉકેલી આરોપીને પકડી પાડતી વાંકાનેર તાલુકા પોલીસ
વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન એ પાર્ટ ગુ.ર.નં.૬૬૩/૨૦૨૩ ઇ.પી.કો.કલમ ૩૦૨, ૧૧૪, જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબનો ગુનો તા.૫/૭/૨૦૨૩ ના આ બનાવ બન્યો હોય બનાવ વાંકાનેર તાલુકાના પીપળીયા રાજ ગામ ખાતે મકબુલભાઇ ની વાડીએ આવેલ ઓરડી ખાતે બનેલ છે. આ કામના ફરીયાદી સુકુભાઇ ડુંગરભાઇ બામનીયા રહે.મુળ ગામ ઉન્ડારી તા.જોબટ જી.અલીરાજપુર મધ્યપ્રદેશ હાલ રહે. અરણીટીબા તા.વાંકાનેરવાળાએ પોતાની ફરીયાદ જાહેર કરેલ કે, પોતાના થી નાનો ભાઇ રવીતભાઇ ડુંગરભાઇ બામનીયા તથા તેની પત્ની કરમબાઇ એમ બંન્ને જણા વાંકાનેર તાલુકાના પીપળીયા રાજ ગામ ખાતે મકબુલભાઇ ની વાડીએ રહી મજુરી કામ કરતા હોય અને ગઇ તા.૫/૭/૨૦૨૩ ના રાત્રીના સમયે પોતાનો નાનો ભાઇ રવીત તેની પત્ની કરમબાઇ સાથે વાડીની ઓરડીમાં સુતો હોય તે વખતે કોઇ અજાણ્યા બે ઇસમો કોઇ હથિયાર વડે માથામાં માર મારી મોત નિપજાવેલ હોવાની ફરિયાદ આપેલ હોય અને આ ફરિયાદમાં પોતાના નાના ભાઇ ની પત્ની કરમબાઇ પણ આરોડીમાં સાથે જ સુતી હોય જેથી આ કરમભાઇએ પણ આ બે અજાણ્યા માણસોને મદદ કરેલ હોવાની શંકા-વહેમ ઉપજાવતી ફરીયાદ આપતા ઉપર મુજબ ગુનો રજી.કરી આ કામની તપાસ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન પોલીસ સબ બી.પી.સોનારા ચલાવી રહેલ
આ બનાવ અનુસંધાને ગુનાની તપાસમાં ફરીયાદીએ પોતાના ભાઇની પત્ની કરમબાઇ ઉપર શંકા ઉપજાવેલ હોય અને તપાસ દરમ્યાન આ બનાવ રાત્રીના સાડા બારેક વાગ્યા અરસામાં બનેલ હોય અને મ.જ.ની પત્ની એ બે કલાક બાદ કોઇ અજાણ્યા માણસો તેના પતિનુ મોત નિપાજાવેલ હોવાની વાડીની બહાર સુતેલા મ.જ.ના ભાઇ તથા ભાભીને જાણ કરેલ હોય જે બાબત પણ શંકા ઉપજાવતી હોય જેથી મ.જ.ની પત્ની કરમબાઇ વા/ઓ રવિતભાઇ બામનીયા ઉવ.૨૦ રહે.મુળ ગામ ઉન્ડારી તા.જોબટ જી.અલીરાજપુર મધ્યપ્રદેશ હાલ રહે.પીપળીયારાજ મકબુલભાઇની વાડીએ વાળીની યુકિત પ્રયુકિત અને આગવી ઢબથી સઘન પુછપરછ કરતા ભાંગી પડતા આ બનાવની સંપુર્ણ અને સત્ય હકિકત જણાવેલ કે,પોતે તથા મરણ જનાર રવિત ને લગ્નનો એકજ મહીનો થયેલ હોય અને તેનો પતિ તેના સગાવહાલા સાથે ફોન માં વાત-ચીત કરવાની ના પાડતો હોય અને નાની નાની બાબતે તેણી સાથે ઝઘડો-તકરાર કરતો હોય અને પોતાના પિતા પાસે જવાનુ કહેતા મ.જ.પતિ એ જવાની ના પાડેલ અને કોઇ દિવસ જવા નહી દવ તેમ કહેતો હોય અને દામ્પત્ય જીવનમાં પણ સુખ ન હોય જેથી પોતાના પતિ સાથે અણગમો થઇ જતા ગઇ તા.૫/૭/૨૦૨૩ ના રોજ રાત્રીના સમયે પોતાના પતિ ખાટલામાં સુતો હોય તે વખતે આવેશમાં આવી જઇ ઓરડીમાં પડેલ લોંખડની કોશ વડે માથાના પાછળના ભાગે પ્રહાર કરી તથા કુહાડી વડે માથામાં ઇજા પહોચાડી મોત નિપજાવેલ હોય અને સત્ય હકિકત છુપાવવા ફરિયાદી તથા સાહેદોને કોઇ અજાણ્યા માણસો મોત નિપજાવેલની ખોટી માહિતી જણાવેલ હોય અને મ.જનાર ફોન પોતાની પાસે રાખી નજીક દાટી દીધેલ હોય હોવાની કબુલાત આપેલ હોય તપાસ દરમ્યાન ગુનામાં ઉપયોગમાં લીધેલ હથિયાર તથા મોબાઇલ તથા સીમ કાર્ડ રીકવર કરી કબજે કરવામાં આવેલ છે.તેમજ આરોપી કરમબાઇ એ પોતે જ તેના પત્નીનુ મોત નિપજાવી ગુનાને અંજામ આપેલ હોવાની કબુલતા આપેલ છે.આરોપી કરમબાઇ વા/ઓ રવીતભાઇ બામનીયા ની અટક કરેલ છે.
આ મર્ડર કેસનો ભેદ ઉકેલવા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ને સફળતા મળેલ છે.