મળ્યા છે કૈંક કિરદાર જીવનમાં ,
બધા ને મૂકી અંદરખાને ઝાંકવા જેવું છે .
લડ્યા છીએ ઘણુંય બીજા માટે ,
સ્વાર્થ ની સંગાથે પણ શીખવા જેવું છે .
ભણ્યા છીએ થોથાં ગોખણપટ્ટી નાં ,
અનુભવ નાં પન્ના ખોલવા જેવું છે .
ફરી ફરી ને દુનિયાદારી શીખવી ગઈ ઘણું ,
‘ હીર ‘ સંબંધનાં કિનારે પાળ બાંધવા જેવું છે .
– હિરલ રામાનુજ ( હીર )