Friday, January 10, 2025

મોરબી ના મહેન્દ્ર નગર ગ્રામ પંચાયત ને જેટિંગ મશીન અર્પણ કરાયું

Advertisement

મહેન્દ્રનગર ગામે મોરબી જિલ્લા પંચાયત ના ઉપપ્રમુખ શ્રીમતી જાનકીબેન જીજ્ઞેશભાઈ કૈલા ની ગ્રાન્ટ માંથી મહેન્દ્રનગર ગામની સ્વચ્છતાને ધ્યાને રાખી ભૂગર્ભ ગટર કૂંડી સફાઈ કરવા માટેનું જેટિંગ મશીન ફાળવેલ

મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ ચંદુભાઈ સિહોરા, મોરબી જિલ્લા વિકાસ અધિકારી ડી. ડી . જાડેજા ના વરદ હસ્તે જેટિગ મશીન નું લોકાર્પણ કરવામાં આવ્યુ હતું તેમજ મહેન્દ્રનગર ગ્રામ પંચાયત કરવેરા (QR) કોડ દ્વારા ભરવા ઓનલાઈન કરવામાં આવી જેની માહિતી જિલ્લા વિકાસ અધિકારી ડી. ડી . જાડેજા દ્વારા આપવામાં આવી તેમજ જિલ્લા પંચાયત ઉપપ્રમુખ જાનકીબેન કૈલા , ભાજપ અગ્રણી જિજ્ઞેશભાઈ કૈલા , તાલુકા વિકાસ અધિકારી દિપાબેન કોટક , તાલુકા પંચાયત સદસ્ય ભાવનાબેન શેરસિયા અને રસીલાબેન , મહેન્દ્રનગર ગ્રામ પંચાયત વહીવટદાર અતુલભાઈ ચાવડા તથા તલાટી મંત્રી નિલેશ દેસાઈ તથા માજી સરપંચ રાજાભાઈ પરમાર તથા ગંગારામભાઈ ધોરિયાની , જયંતીભાઈ શેરસીયા,રાજેશભાઈ સેરશિયા ,મનસુખભાઈ અદ્રોજા વગેરે ગામ અગ્રણીઓ તેમજ બહોળી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW