Saturday, January 25, 2025

મેન્ટેનન્સની કામગીરી ના પગલે ૧૧ કેવી કાલીકા પ્લોટ ફીડર તેમજ વાવડી રોડ ફીડર નો વીજ પુરવઠો આવતી કાલે બંધ રહેશે

Advertisement

તારીખ ૨૬.૦૭.૨૦૨૩ ના બુધવાર ના રોજ નવા કામની કામગીરી તથા મેન્ટેનન્સની કામગીરી કરવાની હોઇ PGVCL ના મોરબી શહેર-2 પેટા વિભાગ હેઠળ આવતો ૧૧ કેવી વાવડીરોડ ફીડર સવારે ૦૮:૦૦ થી બપોરના ૧૨:૦૦ વાગ્યા સુધી બંધ રહેશે. જેની આ ફીડરમા આવતા તમામ વિજ ગ્રાહકોએ નોંધ લેવી. જેમાં વાવડી રોડ પર ના વિસ્તારો જેવા કે ક્રિષ્ના પાર્ક, રાધા પાર્ક, ગાયત્રી નગર ૧ થી ૩, કારીયા સોસાયટી, સોમૈયા સોસાયટી, માધાપર, વગેરે વિસ્તારમાં તથા આસપાસના વિસ્તાર માં પાવર સપ્લાય બંધ રહેશે. જે બાબત ની ગ્રાહકો એ નોંધ લેવી
(કામ પૂર્ણ થયે જાણ કર્યા વગર વીજપુરવઠો ચાલુ કરવા માં આવશે)

શહેર પેટાવિભાગ આવતી કાલ તારીખ ૨૬.૦૭.૨૦૨૩ના બુધવાર નાં રોજ PGVCL ના મોરબી શહેર-૧ પેટા વિભાગ હેઠળ આવતો ૧૧ કેવી કાલીકા પ્લોટ ફીડર સવારે ૦૭:૩૦ વાગ્યા થી બપોરના ૦૨:૩૦ વાગ્યા સુધી નવી લાઈનકામ અને નવા ટી.સી. ઉભા કરવાની કામગીરી તેમજ મેન્ટેનસના કામ માટે બંધ રહેશે. જેમાં શ્યામ પાર્ક, હીરાસરીના માર્ગ વાળો વિસ્તાર, માર્કેટીંગ યાર્ડ, સુભાષ નગર, નરસંગ ટેકરી મંદિરની આજુબાજુનો વિસ્તાર, શ્રીરામ સોસાયટી, અમૃતનગર, અનુપમ સોસાયટી, ગૌતમ સોસાયટી, ગોકુલનગર, નિલકંઠ સ્કૂલની આજુબાજુનો વિસ્તાર, ગાયત્રીનગર, હરીહર નગર, કુંજ ગલી, રામેશ્વર સોસાયટી, વિજયનગર, યોગેશ્વર નગર, યદુનંદન ૧૨,૧૩,૧૪,૧૫, વિવેકાનંદ નગર, જયરાજ પાર્ક, વ્રજ વાટીકા, એવન્યુ પાર્ક તેમજ રવાપર રોડ વિસ્તારની સોસાયટી વગેરે જેવા વિસ્તારમાં પાવર બંધ રહેશે

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW