મોરબી સીટી બી ડીવી. પોલીસ સ્ટેશન વિસ્તારમાં શીવ કોમ્પ્લેક્ષ પાસે ને.હા.રોડ પરથી એક ઇસમને ગેર કાયદેસર દેશી હાથ બનાવટની પીસ્ટલ સાથે પકડી પાડતી એસ.ઓ.જી.ટીમ મોરબી.
પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ એ તેમજ મોરબી પોલીસ અધિક્ષકશ રાહુલ ત્રિપાઠી કાયદો અને વ્યવસ્થા અન્વયે ગેરકાયદેસર હથિયાર રાખતા ઇમસોને શોધી કાઢવા સુચના કરેલ હોય જે અંગે એમ.પી.પંડ્યા, પોલીસ ઇન્સ્પેકટર, એસ.ઓ.જી.મોરબી ને બાતમી મળેલ કે, એક ઇસમ શરીરે પીળા કલરનુ આડી લીટી વાળુ ટીશર્ટ તથા વાદળી કલરનુ નાઇટી પેન્ટ પહેરેલ ઇસમ તેનુ નામ કુલદીપસિંહ જાડેજા રહે.વાધરવા તા.માળીયા જી.મોરબીવાળા છે. તે હાલમા મોરબી માળીયા ને.હા.રોડ ઉપર મહેન્દ્રનગર ગામના પાટીયા પાસે રોડની પુર્વ સાઇડ આવેલ શીવ કોમ્પ્લેક્ષ પાસે ચાલીને આંટાફેરા કરી રહ્યો છે. તેની પાસે એક દેશી હાથ બનાવટની પીસ્તોલ છે. તેવી મળેલ બાતમી આધારે હકીકત વાળી જગ્યાએ રેઇડ કરતા નીચે જણાવેલ નામ સરનામા વાળો ઇસમ પીસ્ટલ સાથે મળી આવતા આર્મ્સ એક્ટ મુજબની કાર્યવાહી કરી અટક કરી મોરબી સીટી બી ડીવી. પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવેલ છે.
પકડાયેલ આરોપીનું નામ, સરનામુ :-
કુલદિપસિંહ કિશોરસિંહ જાડેજા ઉવ.૩૮ ધંધો ખેતી રહે. વાધરવા તા.માળીયા જી.મોરબી.
→ પકડાયેલ મુદ્દામાલ :-
ગે.કા.દેશી બનાવટની પીસ્ટલ નંગ-૧ કિ.રૂપીયા ૧૦,૦૦૦/-