મોરબી: મોરબી તાલુકાના ટીંબડી ગામના સિમમા મોનીકા ટ્રાન્સપોર્ટની ઓફિસ પાછળ પાર્કીંગની જગ્યામાં બે ટ્રક વચ્ચે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ચાર પત્તાપ્રેમીઓને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના ટીંબડી ગામના સિમમા મોનીકા ટ્રાન્સપોર્ટની ઓફિસ પાછળ પાર્કીંગની જગ્યામાં બે ટ્રક વચ્ચે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ચાર ઈસમો સતવિરસિંહ રામચંદ્ર ગોદારા રહે. હાલ-સેન્ટમેરી સ્કુલની પાછળ, મોરબી-૦૨, સુનિલકુમાર ઉમેદસિંહ ચૌધરી રહે. હાલ-મોનીકા ટ્રાન્સપોર્ટની ઓફીસમાં, ટીંબડી ગામની સીમ, તા.જી.મોરબી, વિરેન્દ્રસિંહ સમુસિંહ શેખાવત રહે. હાલ-સર્કિટ હાઉસની સામે, મોરબી-૦૨, મુકેશકુમાર નથુરામ ચૌધરી રહે. હાલ-સિરામીક સીટી, મોરબી-૦૨ વાળાને રોકડ રકમ રૂ.૧૦,૧૦૦ નાં મુદામાલ સાથે મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.