Thursday, March 19, 2026

વાંકાનેર:જોધપર પાસેથી બોલેરો પીકઅપમાંથી ૧૧૦૦ લીટર દેશી દારૂના જથ્થા સાથે ઝડપાયેલ બોલેરા ચાલકનાં જામીન મંજૂર કરતી વાંકાનેર નામદાર કોર્ટ

Advertisement
Advertisement
Advertisement

વાંકાનેર તાલુકાના જોધપર ગામ સામે સર્વિસ રોડ પાસેથી પોલીસે બોલેરો પીકઅપ ગાડીમાં ૧૧૦૦ લીટર દેશી દારૂની હેરાફેરી કરનાર એક ઈસમને ઝડપી લઈને બોલેરો કાર અને દેશી દારૂ સહીત ૩.૨૪ લાખનો મુદામાલ ઝડપી લીધેલ.

વાંકાનેર તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન જોધપર ગામ સામે પુલ નીચે સર્વિસ રોડ પર એક બોલેરો પીકઅપ વાહન શંકાસ્પદ જણાતા પીછો કરીને ગાડીને પકડી પાડી હતી જે બોલેરો પીકઅપ જીજે ૧૩ એ ડબલ્યુ ૪૨૨૦ ની તલાશી લેતા દેશી દારૂ ૧૧૦૦ લીટર મળી આવ્યો હતો જેથી પોલીસે ૨૨ હજારની કિમતનો દેશી દારૂ,બોલેરો પીકઅપ કાર કીમત રૂ ૩ લાખ અને મોબાઈલ કીમત રૂ 2 હજાર મળીને કુલ રૂ ૩,૨૪,૦૦૦ નો મુદામાલ જપ્ત કર્યો હતો તેમજ આરોપી જાલાભાઈ માધાભાઈ ગેલડીયા (ઉ.વ.૩૨) રહે નાડધ્રી તા. મુળી સુરેન્દ્રનગર વાળાને ઝડપી લીધો હતો અને આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન કલમ – ૬૫(ઇ), ૯૮(૨), ૮૧ મુજબનો ગુનો નોંધી આરોપીને નામદાર કોર્ટમાં રજૂ કરેલ.
જે કામે આરોપીના વકીલ શિરાકમુદીન એમ. શેરસિયા એ જામીન અરજી રજૂ કરી ધારદાર દલીલો કરેલ અને નામદાર વડી અદાલતના ચુકાદાઓ રજૂ રાખેલ જે તમામ હકીકતો ને ધ્યાને લઈ નામદાર કોર્ટએ આરોપીને જામીન મુક્ત કરતો હુકમ કરેલ છે.
આ કામે આરોપી જાલાભાઈ માધાભાઇ ગેલડિયાનાં વકીલ તરીકે મુસ્કાન એસોસીએટસ નાં એડવોકેટ શિરાકમુદીન એમ. શેરસિયા તથા એ.એ.માથકિયા રોકાયેલ હતા.

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW