મોરબી નજીક આવેલા નવી ટીંબડી ગામ તેમજ ગણેશ નગર વિસ્તારના જે પીવાના પાણી ની પાઇપ લાઈન આવતી હતી તે બંધ કરવામાં આવતા ગ્રામજનો દ્વારા પાણી પુરવઠા વિભાગ ને આવેદન પત્ર આપ્યું હતું અને પાણી ની લાઇન ચાલુ રાખવામાં માટે માંગ કરી હતી જો પાણી ની લાઈન બંધ રાખવામાં આવશે તો નવી ટીંબડી ગણેશ નગર સહિત ના વિસ્તારમાં વસતા લોકોની હાલત કફોડી બનશે નવી પાઇપ લાઇન નાખવા માટે ગ્રામ પંચાયત ને બે મહિના જેટલો સમય આપવામાં આવે ત્યાં સુધી જૂની પાણી ની પાઇપ લાઈન ચાલુ રાખવામાં આવે તેવી માંગ કરવા માં આવી હતી