પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી ગુ.રા.ગાંધીનગરએ વાહન અકસ્માતમાં ઘટાડો લાવવા તેમજ ટ્રાફિક નિયમોની સુયોગ્ય અમલવારી કરાવવા માટે “રોડ સેફ્ટી ડ્રાઇવ” રાખવા આદેશ કરેલ હોય જે પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ રાજકોટની સુચના મુજબ મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રીપાઠીની સુચના અને માર્ગદર્શન હેઠળ તા.૨૨/૦૭/૨૦૨૩ થી તા.રર/૦૮/૨૦૧૩ સુધી મોરબી જીલ્લામાં રોડ સેફ્ટી ડ્રાઇવ” રાખેલ અને આ ડ્રાઇવ દરમ્યાન ઓવર સ્પીડ તથા દ્રંક એન્ડ ડ્રાઇવ (નશો કરી વાહન ચલાવતા) તથા ભયજનક ડ્રાઇવીંગ (ડ્રેગ રેસ, ધુમ બાઇક વિગેરે)ના કેસો કરવા અંગેની ડ્રાઇવ રાખવામાં આવેલ અને આ ડ્રાઇવ દરમ્યાન તા.૨૨/૦૭/૨૦૨૩ થી તા.૩૧/૦૭/૨૦૨૩ સુધીમાં સઘન વાહન ચેકિંગ કરી ટ્રાફિક નિયમોનો ભંગ કરતા વાહન ચાલકો વિરૂધ્ધ મોરબી જીલ્લા પોલીસ દ્રારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવેલ.
મોરબી જીલ્લામાં તા.૨૨/૦૭/૨૦૨૩ થી તા.૩૧/૦૭/૨૦૨૩ દરમ્યાન ટ્રાફિક નિયમોનો ભંગ કરતા વાહન ચાલકો વિરૂધ્ધ નીચે મુજબ કામગીરી કરેલ છે.
* ટ્રાફિક નિયોમનુ ભંગ કરતા વાહન ચાલકો ને કુલ-૧૫૦૧ સમાધાન શુલ્ક પાવતીઓ આપવામાં આવેલ
* એમ.વી.એક્ટ ૨૦૭ મુજબ કુલ-૧૪૪ વાહન ડીટેઇન કરવામાં આવેલ રોગ સાઇડ/વધુ ગતીથી ચલાવતા વાહનો વિરૂધ્ધ IPC કલમ-૨૭૯ મુજબ કુલ-૯૫ ગુના રજીસ્ટર કરવામાં આવેલ
* અડચણ રૂપ પાર્ક કરેલ વાહનો વિરૂધ્ધ IPC કલમ-૨૮૩ મુજબ કુલ-૨૬ ગુના રજીસ્ટર કરવામાં આવેલ * ભયજનક ડ્રાઇવીંગ (ડ્રેગ રેસ, ધુમ બાઇક, સ્ટંટ, રેસિંગ વિગેરે ના કુલ-૦૮ કેસો કરવામાં આવેલ
* હાઇવે રોડ ઉપર વધુ ગતીએ વાહન ચલાવતા ચાલકો વિરૂધ્ધ ઇન્ટરસેપ્ટર મોબાઇલ દ્વારા કુલ-૧૧ ઇ- ચલણ મેમો આપવામાં આવે છે.
*ડ્રંક એન્ડ ડ્રાઇવ (નશો કરી વાહન ચલાવતા) વાહન ચાલક વિરૂધ્ધ એમ.વી.એક્ટ-૧૮૫ મુજબ ના કુલ ૨૩
ગુના રજીસ્ટર કરવામાં આવેલ આગામી સમયમાં પણ ટ્રાફિક નિયમોનો ભંગ કરતા વાહન ચાલકો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાંઆવશે.
મોરબી પોલીસ નો પ્રજા જોગ સંદેશ
* ડ્રાઇવિંગ લાઇસન્સ વગર વાહન ચલાવવુ નહી.
* વાલીઓએ નાની વયના બાળકોને વાહન ચલાવવા નહિ દેવુ,
* વાહન ચલાવતી વખતે મોબાઇલ ફોનનો ઉપયોગ ન કરવો.
* હાઇવે રોડ ઉપર ટુ-વ્હીલર ચલાવતી વખતે હેલ્મેટ પહેરવુ.
*ફોર વ્હીલર ચલાવતી વખતે શીટબેલ્ટનો ઉપયોગ જરૂર કરવો જોઈએ