Monday, February 3, 2025

મોરબી ધરમપુર ટીંબડી વિસ્તારમાં ખાણમાં ધમધમતી ખનીજચોરી મામલે હાઇકોર્ટથી ઓર્ડર છુટયા બાદ મોરબી ખાણ ખનીજ વિભાગે કરોડો રૂપિયાનો દંડ ફટકાર્યો

Advertisement

ધરમપુર ટીંબડી ગામની ખાણમાં ખનીજ ઉપાડતા લીઝ ધારકોને કરોડો રૂપિયાનો દંડ ફટકારતા ખળભળાટ મચી ગયો અનેક વખત *મોરબી ગૌરવ સમાચાર* માં ખનીજ ચોરી ના અહેવાલો પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા તેમ છતાં તંત્ર દ્વારા કોઈ જ નક્કર કાર્યવાહી કરવામાં ઉણું ઉતર્યું હોય !!તેવો ઘાટ સર્જાયો હતો!!

મોરબી નજીક આવેલા ધરમપુર ટીંબડી મહેન્દ્રનગર ગામના સિમાળે આવેલા કાળા પથ્થર કાઢવા માટેની ખાણોમાં ધમધમતી ખનીજચોરી મામલે અંતે હાઈકોર્ટના આદેશ બાદ મોરબી ખાણ ખનીજ વિભાગે લાલ આંખ કરી કરોડો રૂપિયાનો દંડ ફટકારતા સનસની મચી જવા પામી છે જેથી લીઝ ધારકોમાં રીતસર ખળભળાટ મચી ગયો છે અગાઉ મોરબી ખનીજ વિભાગ દ્વારા અરજદારો અને ખાનીજ ધારકોની હાજરીમાં લીઝ માપણી શરૂ કરવામાં આવી હતી અને અનેક રજુઆતો પણ થઈ હતી પરંતુ અરજદારોને કોઈ પરિણામ જોવા ન મળતા અંતે ટીંબડી તેમજ ધરમપુરના ગામના અરજદારો દ્વારા ખનીજ લીઝ ધારકો વિરૂદ્ધ ગુજરાત હાઈકોર્ટ દરવાજા ખટખટાવ્યા હતા જેના કારણે હાઇકોર્ટે આકરૂં વલણ અપનાવ્યું હોય તેમ મોરબી ખાણખનીજ વિભાગને કાર્યવાહી અંગે ટકોર કરતા મોરબી ખાણ ખનીજ વિભાગ દ્વારા ખાણ લીઝ ધારકોને કરોડો રૂપિયાનો દંડ ફટકારતા લીઝ ધારકોમાં સોંપો પડી ગયેલ છે જેથી હાલ તો અરજદારોની રજૂઆતોનો રેલો આવ્યો હોય તેમ કરોડો રૂપિયાનો દંડ ફટકારતા લીઝ ધારકોમાં ખળભળાટ મચી જવા પામ્યો છે જેમાં દંડ કરાયેલા લીઝ ધારકોમાં હસમુખભાઈ.બી.જોશીને રૂ.૮,૯૨,૩૮,૭૩૬નો દંડ જેઠાભાઈ અમરસીભાઈ પારઘીને રૂ.૭,૧૬,૦૩,૦૭૯નો દંડ ક્રિષ્ના સ્ટોન વી.એમ.સોજીત્રાને રૂ.૧૫,૪૨,૫૫,૦૦૪ કાનજીભાઈ અમરશીભાઈ પારઘીને રૂ.૧,૫૨,૩૩,૩૮૦નો દંડ જ્યારે દેવજીભાઈ.વી.પારઘીની લીઝની ખાણમાં પાણીના ખાડા ભરેલ હોય જેથી લીઝની તપાસ કે માપણી થઈ ન હોય એટલે પાણીના ખાડા સુકાઈ ગયા બાદ માપણી તપાસ કરવામાં આવશે ત્યારબાદ દંડની રકમ અંગે જાણવા મળશે હાલ તો અરજદારોની રજૂઆતોનો રેલો આવ્યો હોય તેમ લીઝ ધારકોને કરોડો રૂપિયાનો દંડ ફટકારતા ખળભળાટ મચી ગયો છે અને જેના કારણે ખનીજ લીઝ ધારકોમાં રીતસરનો સોંપો પડી ગયો છે

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW