મોરબી કલેકટરશ્ જી.ટી. પંડ્યાના અધ્યક્ષસ્થાને સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી બાબતે બેઠક યોજાઈ
મોરબી જિલ્લા કલેકટર જી.ટી. પંડ્યાના અધ્યક્ષસ્થાને જિલ્લામાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી બાબતે બેઠક કલેકટર કચેરીના સભાખંડ ખાતે યોજાઈ હતી.
આ બેઠકમાં ગ્રાઉન્ડ, મંડપ, રાષ્ટ્રધ્વજ, સાઉન્ડ સિસ્ટમ, લાઈટ, સુશોભન, બેઠક વ્યવસ્થા, સ્ટેજ અને ડાયસ પ્લાન, સ્પીચ, પરેડ, પાર્કિંગ, ધ્વજ પોલ, ટ્રાફિક, પીવાના પાણીની વ્યવસ્થા, વૃક્ષારોપણ, સાફ-સફાઈ વગેરે બાબતે સંલગ્ન વિભાગોને સુચના આપવામાં આવી હતી.
મોરબી જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી દેવકુંવરબા સંકુલ, ટંકારા ખાતે કરવામાં આવનાર છે.