રીટાયર્ડ કર્મચારીઓના પરિવારોને નોટીસ આપી કબજો મેળવી એક જ દિવસમાં ભયજનક જર્જરિત ક્વાર્ટર તોડી પાડવામાં આવ્યા
મોરબી જિલ્લામાં મોરબી તાલુકાના મહેન્દ્રનગર ગામના સ.નં. ૧૮૭ પૈકીમાં ત્રાજપર ચોકડી પાસે BRC ભવનની બાજુમાં તાલુકા પંચાયત મોરબીના જુના જર્જરીત ક્વાર્ટર્સ આવેલા છે. જેમાં રીટાયર્ડ કર્મચારીઓના ૩ પરિવારોના કુલ ૧૧ સભ્યો ગેરકાયદેસર રહેતા હતા.ભયજનક મકાનો અને સરકારી આવાસોમાં ગેર કાયદેસર કબજો તા-૩/૮/૨૩ ના રોજ મોરબી જિલ્લા વિકાસ અધિકારી દિગ્વિજયસિંહ ડી. જાડેજાની નજરમાં આવતા જ મોરબી તાલુકા વિકાસ અધિકારી દીપાબેન એચ. કોટકને તાત્કાલિક ગેરકાયદેસર કબજો દુર કરી ભયજનક આવાસો ૨૪ કલાક માં તોડી પાડવા સૂચના આપી હતી.
જિલ્લા વિકાસ અધિકારીની સૂચના મુજબ તાલુકા વિકાસ અધિકારીએ તા-૩/૮/૨૩ ના રોજ તે જ દિવસે ગેરકાયદેસર કબજો ધરાવતા પરિવારોને નોટીસો આપી કડક વલણ અપનાવી સાંજ સુધીમાં ગેરકાયદેસર કબજો દુર કરાવ્યો હતો. ત્યાર બાદ તા-૪/૮/૨૦૨૩ ના રોજ બીજા જ દિવસે જિલ્લા વિકાસ અધિકારીની ૨૪ કલાક માં જર્જરિત આવાસો દુર કરવાની સૂચના મુજબ મોરબી તાલુકા વિકાસ અધિકારી દ્વારા યુદ્ધના ધોરણે કાર્યવાહી કરતા અ.મ.ઈ. પાર્થ એસ પટેલ, જિલ્લા પંચાયત મોરબીના લીગલ એડઇઝરશ્રી સંજયભાઈ નારોલ, વિસ્તરણ અધિકારી બી.જે. બોરાસાણીયા, જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી એ.એમ. છાસીયા તેમજ મોરબી બી ડિવિઝનના પોલીસ ઇન્સ્પેક્ટર પી.એ. દેકાવાડીયા અને સબ ઇન્સ્પેક્ટર જે.એ. ઝાલા તેમજ પોલીસ કોન્સ્ટેબલ સ્ટાફ તથા તાલુકા પંચાયતના સ્ટાફની સંયુક્ત ટીમ દ્વારા જર્જરિત આવાસો તોડીને અંદાજે ૬૦૦૦ ચો.મી.નું દબાણ દુર કરવામાં આવ્યું છે તેમજ અંદાજીત ૧૬૦૦ ચો.મી.માં આવેલા જર્જરીત આવાસો તોડી પાડવામાં આવ્યા છે