Monday, February 3, 2025

મોરબી સિરામિક જોન ના રોડ રસ્તા બનશે નવા: કાંતિલાલ અમૃતિયા

Advertisement

વિશ્વ કક્ષાના મોરબી સિરામિક ઉદ્યોગને વર્ષોથી પરેશાન કરતી આંતરિક રોડ રસ્તાની સમસ્યાઓના ઉકેલ માટે મોરબી-માળિયા મિ. વિધાનસભાના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા ની અથાગ મહેનતના પરિણામ સ્વરૂપ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા સિરામિક ઉદ્યોગના આંતરિક રસ્તાના કરોડો રૂપિયાના કામ ત્રણ ફેઝમાં કરવાની મંજુરી આપી છે. જે પૈકી પ્રથમ ફેઝમાં રૂ ૩૭૬ કરોડના ખર્ચે કુલ ૩૧ રસ્તાના કામ ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહ્યા છે.
આ તમામ રોડ સિરામિક ઉધોગના ભારે ટ્રાફિકને ધ્યાને રાખીને આરસીસી રોડ બનવાના છે જેના પરિણામે મોરબીના સિરામિક ઉદ્યોગને વર્ષોથી પરેશાન કરતી સમસ્યા માંથી મુક્તિ મળવાની શરૂઆત થઇ જવાની છે. બાકીના બે ફેઝના કામ પણ ટૂંક સમયમાં શરુ થશે ને આમ કુલ ૯૬ જેટલા રોડના કામ પૂર્ણ થતા જ મોરબીના સિરામિક ઉદ્યોગની આ સમસ્યા કાયમ માટે દુર થવાની છે.
આવનાર સમયમાં આજ પ્રમાણે એક પછી એક મોરબીવાસીઓની તમામ સમસ્યાઓ માટે ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા સતત પ્રયાસો ના નક્કર ઉકેલ માટે રાજ્ય સરકાર સાથે સતત પરામર્શ કરી રહ્યા છે.
દરિયાલાલ હોટેલ થી અમન એસ્ટેટ ૨ કિમી ,
સોરીસો ગ્રેનીટોથી જેટકો લખધીરપુર રોડ 3 કિમી,
સોમનાથ પેટ્રોલપંપથી LGF વિટ્રીફાઈડ ૨ કિમી
અમરધામથી ઇસ્કોન પેપરમિલ ૪.૨ કિમી
બ્રાવીટ ગ્રેનીટોથી બોન્ઝા સિરામિક (માટેલ રોડ )૧,૩ કિમી
માટેલ રોડથી સરતાનપર રોડ(ઇટકોસ,સોમાણીફાઈન ,ઈટોલી સિરામિક ૧.૫ કિમી
NH 27 થી એમસર સિરામિક ૧.૮ કિમી
સેન્સો ચોકડીથી બોન્ઝ સિરામિક (સરતાન પર રોડ) 2.1 કિમી
સીયારામ સિરામિકથી વિન્ટેલ સિરામિક ૧.૭ કિમી
એરો સિરામિકથી મેક્સ ગ્રેનાઈટો 525 મીટર
માટેલ રોડથી રીચ વિટ્રીફાઈડ ૧.૨ કિમી
સમર્પણ ઓટોપેકિંગ કાલિકાનગરથી N-H ૨૭ ૮.૨ કિમી
એડમીન સિરામિકથી નેશનલ હાઈવે ૩.૫ કિમી
કેનાલ રોડથી ઘૂટું રોડ (વાયા મેટ્રો સિરામિક) ૧.૭ કિમી
પ્લાઝમા ગ્રેનેટોથી માટેલ રોડ(વાયા રામેટ પેપરમિલ) ૪.૬૫ કિમી
જેતપર રોડથી ઝારકો સિરામિક-૫.૯ કિમી
રાતવીરડાથી ભીમગુડા રોડ (કલેઈમન રોડ) 2 કિમી
ફ્રેંચ સિરામિકથી માટેલ અરમાનો સિરામિકથી એડ્રોરેશન સિરામીક ૪.૯ કિમી
માટેલ ગૌશાળા થી જામસર ચોકડી ૧.૬૨ કિમી
સ્લીમ ટાઈલ્સ થી રે સિરામિક (સરતાન પર રોડ)૧.૮ કિમી
રે સિરામિકથી રાતા વીરડા ગામ ૯૦૦ મીટર
સનહાર્ટ સિરામિકથી માટેલ રોડ ૧.૩ કિમી
માટેલથી સીમ્બોસા સિરામિક ૯૦૦ મીટર
NH૨૭થી વીટા સિરામિક ૯૦૦ મીટર
(વાયા ફ્બુલાસીરામિક જુના જાંબુડિયા)
મોરબી-હળવદ રોડથી જુના ઘૂટું રોડ(નેહા સિરામિક )૮૦૦ મીટર
કાસા સિરામિક સરતાનપર રોડથી પાનેલી રોડ ૪.૬ કિમી
લાક્કડધાર રોડ થી માટેલ રોડ -૨.૫
(વાયા સનકોર અલાસ્કા માઈક્રોન ,નિશા સિરામિક,ગ્રેસ સિરામિક)
ઇટાલિકા માટેલ રોડથી હયાત સીસી રોડ સુધી ૨.૨ કિમી
NH-27થી મચ્છુ ૨ ડેમ રોડ ૫.૯ કિમી

(વાયા જોધપર નદી પ્લેટીના વિટ્રીફાઈડ )
જામસર ચોકડીથી વીરપુર પાટિયા ૨૪.૪ કિમી
(શિવપુર –માથક-કડીયાણા)

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW