મોરબીમાં હોકી રમતનું ‘ખેલો ઈન્ડિયા’નું સેન્ટર નાલંદા વિધાલય ખાતે શરૂ કરાયું
કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાત રાજ્યમાં સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ઈન્ડિયા અને સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાતના સયુંકત સહયોગથી રાજ્યમાં વિવિધ જિલ્લા ખાતે વિવિધ રમતના ખેલો ઈન્ડિયા ડિસ્ટ્રીકટ સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે. જેમાં મોરબી જિલ્લામાં હોકી રમતનું ‘ખેલો ઈન્ડિ’યા ડિસ્ટ્રીકટ સેન્ટર નાલંદા વિધાલય, વિરપર ખાતે શરૂ કરવામાં આવેલ છે. આ સેન્ટર ઉપર નિષ્ણાંત કોચ દ્વારા હોકી રમતના ખેલાડીઓને સવાર સાંજ ધનિષ્ઠ પ્રશિક્ષણ આપવામાં આવશે. જેથી આ ખેલાડીઓ ભવિષ્યમાં રાજ્યકક્ષા તેમજ રાષ્ટ્રિય કક્ષાએ ભાગ લઈ રાજ્યમાં રમતગમતનું સ્તર ઉપર આવે તેવા હેતુથી મોરબીમાં હોકી રમતનું ‘ખેલો ઈન્ડિયા’ સેન્ટર શરૂ કરવા આવેલ છે તેમ જિલ્લા રમત વિકાસ અધિકારીની યાદીમાં જણાવાયું છે.