તા.૧૪/૦૬/૨૦૨૩ સુધીમાં ફોર્મ ભરી જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરીએ જમા કરાવવાના રહેશે.
સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત અને ગુજરાત રાજ્ય દ્વારા યોગ બોર્ડના ઉપક્રમે ભાઈઓ/બહેનો માટે સાંસદ યોગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવનાર છે. જેમાં એ ગૃપ, બી ગૃપ, સી ગૃપ, ડી ગૃપના સ્પર્ધાકો ભાગ લઈ શકશે. જે માટેના ફોર્મ તા.૧૪/૦૬/૨૦૨૩ સુધીમાં ભરી જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરીમાં જમા કરાવવાના રહેશે.
સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત અને ગુજરાત રાજ્ય દ્વારા યોગ બોર્ડના ઉપક્રમે જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી, મોરબી દ્વારા સાંસદ યોગ(ભાઈઓ/બહેનો) સ્પર્ધા યોજવામાં આવનાર છે. આ સ્પર્ધામાં ભાગ લેનાર સ્પર્ધકોએ જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી, ઓમ શાંતિ પ્રિ સ્કૂલની સામે, મહારાણા પ્રતાપ સર્કલ, મોરબી-૨, મોરબી ખાતેથી સ્પર્ધાના ફોર્મ મેળવી તા.૧૪/૦૬/૨૦૨૩ સુધીમાં ફોર્મ ભરી જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરીએ જમા કરાવવાના રહેશે. આ સ્પર્ધામાં એ ગ્રુપમાં ૯ થી ૧૯ વર્ષ વય જુથના, બી ગૃપમાં ૨૦ થી ૩૫ વર્ષના, સી ગૃપમાં ૩૬ થી ૬૦ વર્ષના અને ડી ગૃપમા ૬૦ વર્ષથી વધુના વયના તમામ ભાઈઓ બહેનો ભાગ લઈ શકશે. વધુ વિગત માટે જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરીના ફોન નંબર –(૧)૭૪૦૫૨૫૮૫૧૩ (૨) ૯૫૧૨૧૬૮૩૦૯ ઉપર સંપર્ક કરવા જિલ્લા રમત વિકાસ અધિકારીની યાદીમાં જણાવાયું છે.