Friday, March 14, 2025

જુગારની મોસમ ખીલી! મોરબી એ ડિવિઝન પોલીસે ૧૬ ખેલિઓને ઝડપી લીધા જ્યારે ૦૬ નાસી છૂટયા

Advertisement

મોરબી સીટી એ ડીવીજન પોલીસે અલગ અલગ ત્રણ રેડ કરી જુગાર રમતા ૧૬ ઈસમોને ઝડપી પાડયા છે જ્યારે અન્ય છ ઇસમો સ્થળ પરથી નાશી છુટતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.
મોરબી સીટી એ ડીવી, પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર તથા સ્ટાફએ મોરબી શહેરમા અલગ અલગ વિસ્તારમાંથી જુગારની રેઇડો કરી જેમા પ્રથમ રેઇડ મોરબી કારીયા સોસાયટીમા રામદેવપીરના મંદીર પાસે ખુલ્લી જગ્યામા જુગાર રમતા ચાર ઈસમો જયેશભાઇ ગાંડુભાઇ ડાભી રહે. આનંદનગર નવા સેવા સદનની પાછળ મોરબી-૨, મુકેશભાઇ નરશીભાઇ ભલસોડ રહે વાવડી રોડ કારીયા સોસાયટી રામદેવપીરના મંદીર વાળી શેરી, રવીભાઇ યોગેશભાઇ ગોસ્વામી રહે. વાવડી રોડ કારીયા સોસાયટી રામદેવપીરના મંદીર વાળી શેરી, મનદીપભાઇ રાજુભાઇ બાબરીયા રહે.સોમૈયા સોસાયટી બ્લોક નં. ૨૮ મોરબીવાળાને રોકડ રકમ રૂ. ૧૩૭૦૦ નાં મુદ્દામાલ સાથે ઝડપી પાડયા છે.
બીજી રેઇડ મોરબી લીલાપર રોડ સરકારી આવાસા યોજનામા ખુલ્લા ચોકમા કરતા છ આરોપીઓ નિજામ સલીમભાઇ મોવર રહે.મોરબી મચ્છીપીઠ, સમીરભાઇ આરીફભાઇ કાશમાણી રહે.મોરબી રણછોડનગર શાંતીવન સ્કુલની પાછળ નીધીપાર્ક, દેવરાજભાઇ મનસુખભાઇ કુંઢીયા રહે.મોરબી લીલાપર રોડ સરકારીઆવાસ યોજના મકાનનું.બી.-૯, કારૂભાઇ નાથાભાઇ દેલવાણીયા રહે. મોરબી લીલાપર રોડ સરકારી આવાસ મુળરહે.સરવડ તા.માળીયા(મી), અલ્તાફશા કરીમશા શાહમદાર રહે.મોરબી લીલાપર રોડ સરકારી આવાસ મકાન બી.૨૧, અજયભાઇ હંસરાજભાઇ વિકાણી રહે લીલાપર રોડ સરકારી આવાસ મોરબીવાળાને રોકડ રકમ રૂ.૧૦,૬૦૦ નાં મુદ્દામાલ સાથે ઝડપી પાડયા છે.
ત્રીજી રેઇડ મોરબી મોરબી શકતશનાળા નવાપ્લોટ વિસ્તાર ખોડીયાર માતાના મઢવાળી શેરીમા કરતા છ ઇસમો ધર્મેન્દ્રસીંહ ઉર્ફે ધમભા કરણસિંહ ઝાલા રહે.મોરબી શકતશનાળા યોજનાના મકાનમા, નીતીનભાઇ ભરતભાઇ હોથી રહે. મોરબી શકતશનાળા હિતુભાના મકાનમા મુળરહે.પીઠળ તા.જોડીયા, સુરેન્દ્રસિંહ કરણસીંહ ઝાલા રહે. મોરબી શકતશનાળા, શકિતસિંહ જયદીપસીંહ જાડેજા રહે.મોરબી શકતશનાળા દરબારગઢ પાસે, રાજુભા બનુભા ઝાલા રહે. મોરબી શકતશનાળા જુનગાગામ, ધનશ્યામસીંહ છત્રસિંહ જાડેજા રહે. મોરબી શકતશનાળા નીતીનનગર મોરબીવાળાને રોકડ રકમ રૂ. ૪૫૨૬૦ નાં મુદ્દામાલ સાથે ઝડપી પાડયા છે જ્યારે અન્ય છ ઇસમો કિરણ રામજીભાઇ ખાંભલા રબારી રહે. મોરબી શકત શનાળા, હિતેન્દ્રસિંહ ધનશ્યામસિંહ જાડેજા રહે.મોરબી ચંદ્રેશનગર, પીન્ટુભાઇ હરેશભાઇ ખાંભલા રબારી રહે.મોરબી શકતશનાળા, રૂતુરાજસિંહ રઘુભા ઝાલા રહે.મોરબી શકતશનાળા, હરપાલસિંહ મુળુભા ઝાલા રહે મોરબી શકત શનાળા ગરબીચોક, અકરમભાઇ કાદરી રહે. મોરબીવાળા સ્થળ પરથી નાશી છુટતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે તેમજ તમામ આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસે જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement
Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW