મોરબી તાલુકા પોલીસ ઇન્સ્પેકટર કે.એ.વાળા ની સુચના મુજબ સર્વેલન્સ સ્ટાફના પોલીસ હેડ કોન્સ. અજીતસિંહ પરમાર તથા દિનેશભાઇ બાવળીયા તથા પોલીસ કોન્સ. ભગીરથભાઇ લોખીલ ને મળેલ ખાનગી બાતમી ના આધારે મોરબી તાલુકાના નવલખી રોડ ઉપર આવેલ ગોરખીજડીયા ગામના પાટીયા પાસે એક ઇસમ શંકાસ્પદ હિલચાલ કરતો જોવામાં આવતા તુરત જ તેને પકડી પાડી પૂછપરછ કરતા મજકૂર ઇસમ પાસે રહેલ એક હાથ બનાવટની મેગઝીન વાળી પિસ્તોલ મળી આવતા આર્મ્સ એકટ હેઠળ ગન્હો રજી. કરી આગળની તપાસ પો.સ.ઇ. વી.જી.જેઠવા ચલાવી રહેલ છે.
> પકડાયેલ આરોપી :-
1. શાહરૂખભાઇ હનીફભાઇ ચાનીયા જાતે.સંધી ઉ.વ.૨૨, ધંધો-મજુરી, રહે. સો-ઓરડી, વરીયા મંદિર પાછળ, મોરબી-૦૨,
> કબ્જે કરેલ મુદ્દામાલ :- એક દેશી હાથ બનાવટની મેગ્ઝનવાળી પિસ્તોલ કિં.રૂ.૧૦,૦૦૦/-